તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:દસાડાના ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન હોસ્પિટલમાં દાન આપ્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
દસાડાના ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન હોસ્પિટલમાં દાન આપ્યા
  • જેમાં પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3, દસાડામાં 1 અને લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવા 2 મશીન મળી કુલ 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપ્યા

કોરોના મહામારીના પગલે દસાડાના ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન હોસ્પિટલમાં દાન આપ્યા હતા. જેમાં પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3, દસાડામાં 1 અને લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવા 2 મશીન મળી કુલ 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપ્યા હતા. આ પ્રસંગે દસાડાના ધારાસભ્ય સહિત કોંગ્રેસન આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જ્યારે કોરોના મહામારીમાં ઓક્સિજનની માનવ સર્જીત આફતમાં હજારો લોકોના જીવ દરરોજ જઇ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ અત્યંત કફોડી પરિસ્થિતિમાં ઓક્સિજનના અભાવે અસંખ્ય મોત થયા છે. સરકારી હોસ્પિટલમાં ઓછો ઓક્સિજન ફાળવવામાં આવે જ્યારે ખાનગી NGOને વધારે ઓક્સિજન ફાળવણી કરી સામાન્ય ગરીબો સાથે અન્યાય કરવામાં આવી રહ્યોં છે. આથી દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા એમના મત વિસ્તારમાં સ્વખર્ચે 10 લીટર અને 5 લીટરના મળી કુલ 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

જેમાં પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક 10 લીટર અને બે 5 લીટરના મળી કુલ 3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક 10 લીટરનું ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન તેમજ લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાન આપવામાં આવ્યા હતા.

આ અંગે ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું કે, આ મશીન આવવાથી આ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સિલીન્ડર પર આધાર રાખવો નહીં પડે. આગામી દિવસોમાં બીજા 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન પણ આપવામાં આવશે. એમણે વધુમાં જણાવ્યું કે, બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન એમના કોલેજના મિત્ર એવા સુરતના ઉદ્યોગપતિ ભરતભાઇ પટેલ દ્વારા દાનમાં આપવામાં આવ્યા છે. આ એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની કિંમત રૂ. 1,05,000થી 1,25,000 જેટલી છે.

અન્ય સમાચારો પણ છે...