વિરોધ પ્રદર્શન:બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલાની ઘટનાને લઈ લીંબડીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રગટ કર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કાર્યકરોએ આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો

બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા તેમજ કાશ્મીરમાં આંતકવાદીઓના હુમલાને લઈને લીંબડીમાં વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દુઓના મંદિરો અને પંડાલો પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. હિન્દુઓના મંદિરો, પૂજા સ્થળો પર હુમલાની કેટલીય ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ હિન્દુઓના ઘરો, મંદિરોને નિશાન બનાવીને જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈ આજે બુધવારે લીંબડી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવ્યાં છે, તેનો પણ વિરોધ દર્શવ્યો હતો.

આ અંગે રાષ્ટ્રપતિને સંબોધી લીંબડી મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના લીંબડીના આગેવાન નંદલાલભાઈ કણઝરીયા પણ ખાસ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...