તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં શ્રીકૃષ્ણ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોએ કલેકટર અને એસપી સમક્ષ રજૂઆત કરી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં શ્રીકૃષ્ણ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોએ કલેકટર અને એસપી સમક્ષ રજૂઆત કરી - Divya Bhaskar
ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં શ્રીકૃષ્ણ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોએ કલેકટર અને એસપી સમક્ષ રજૂઆત કરી
  • પોલીસે મૂળ મુદ્દામાલ કરતા ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનોમાં રોષj

ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા થયેલી ચોરી મામલે ગ્રામજનો અને આગેવાનોએ જીલ્લા કલેકટર સહિત ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા મૂળ મુદ્દામાલની ચોરીની કિંમત કરતાં ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં વર્ષો જૂના કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા થયેલી ચોરી મામલે ગ્રામજનો અને આગેવાનોએ જીલ્લા કલેકટર સહિત ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા મૂળ મુદ્દામાલની ચોરીની કિંમત કરતાં ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

આ ચોરીની ઘટનામાં સોના ચાંદીના મુગટ, મૂર્તિ, છતર, ચરણ પાદુકા સહિત અંદાજે રૂ. 8.37લાખના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આથી આ ચોરી કેસમાં પૂરા મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધી તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ પણ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ મંદિરમાં ચોરીની ઘટનાથી લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...