સુરેન્દ્રનગર જિલ્લાનું ખજેલી ગામ લીંબડી, લખતર અને વઢવાણ તાલુકાના ત્રિભેટે આવેલુ છે.આ ગામમાં વૃક્ષ વાવે તે ગ્રામજનોનો વેરો મફતનો નિર્ણય કરાયો હતો.ખજેલીમાં રામજી મંદિર, ચબુતરો અને વિશાળ ગેટ આસ્થા અને પ્રાચિન ઇતિહાસની સાક્ષી પુરે છે.પ્રાથમિક સુવિધાથી સજ્જ ખજેલી ગામ કૃષી અને શિક્ષણક્ષેત્રે વિકાસની વાટે છે. સુરેન્દ્રનગર જિલ્લા અનેક ગામોએ સામાજીક ક્રાંતિના નિર્ણયો કર્યા છે.જેમાં ખજેલી ગામે પર્યાવરણ અને વાનની સુરક્ષા માટે નવી પહેલ કરી હતી.ખજેલી ગામના તે સમયના તલાટી પ્રદ્યુમનસિંહે વૃક્ષ વાવે તે ગ્રામજનોને વેરો માફ કરવા ગ્રામજનોને સહમત કર્યા હતા.
જેમાં અનેક લોકોએ વૃક્ષો વાવી ને નવા અભિગમને વધાવ્યો હતો. વઢવાણ તાલુકાનું ખજેલી ગામમાં કોળી, રાજપૂત, દલિત વગેરે સમુહ વસવાટ કરે છે.આ ગામ લીંબડી, લખતર અને વઢવાણ તાલુકાના ત્રિભેટે આવેલુ છે.ખજેલીમાં બે પ્રાથમિક શાળાઓ છે.જેમાં ધો.1થી 5માં 63 અને 6થી 8માં 31 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
જ્યારે હાઇસ્કુલના શિક્ષણ માટે દુર જવુ પડે છે.ખજેલીમાં દવાખાનુ અને ગ્રામપંચાયત આધુનીક બનાવાઇ છે.જ્યારે પ્રવેશદ્વાર ચબુતરો અને મંદિરો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ખજેલીમાં સીસી રોડ ભુગર્ભ ગજ્ઞર ઘરેઘરે સિંચઇનું પાણી ખેતરો સુધી પહોંચાડીને કૃષીક્રાંતી સર્જી છે.જ્યારે ઝાંપોદડ, મેમકાના કાચાર રસતા પાકા બને તેવી લાગણી અને માંગણી છે.
સવા કરોડના ખર્ચે રામજી મંદિરનો જિર્ણોધ્ધાર
ખજેલી ગામની ગામ દેવી શક્તિ માતાજી ગણાય છે આ ગામમાં બુટભવાની, રામાપીર અને ખોડીયાર માતાજીનું મંદિર છે.જ્યારે પ્રાચિન રામજી મંદિરનો જીર્ણોઘ્ધાર કરાયો છે.જેમાં રુપીયા સવા કરોડના ખર્ચે ભવ્યમંદિર ગ્રામજનોએ બનાવ્યુ છે.જ્યારે નાથ સંપ્રદાયની જગ્યા પણ આવેલ છે.
વિશાળ પ્રવેશ દ્વાર અને પ્રાચીન ચબૂતરો આકર્ષણરૂપ
ખજેલી ગામનાપાદરમાં જ વિશાળ ગેટ બનાવાયો છે આ પ્રવેશદ્વાર આકર્ષણ રૂપ છે.જ્યારે ગામના ગોદરે પ્રાચીન ચબુતરો છે.આ ચબુતરાની કલાત્મકતા ખુબ સુંદર છે.દાતાઓ દ્વારા ચબુતરાનો જિર્ણોધ્ધાર થાય તો હજારો પક્ષીઓ માટે આશ્રય સ્થાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.