તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લામાં હિન્દુ સમાજના લોકોની જમીન હડપવા મુદ્દે વિહિપનું આવેદન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિહિપના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું. -ચિંતન મહેતા - Divya Bhaskar
વિહિપના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું. -ચિંતન મહેતા
  • હિન્દુ સમાજના લોકો પર થતા હુમલાના બનાવોમાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માંગ

સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જિલ્લામાં હિન્દુ સમાજના લોકો પર થતા હુમલાના બનાવો રોકી તેમાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઇ શુક્લ, પ્રવિણસિંહ ઝાલા, જતીનભાઇ રાવલ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધી આવેદન પાઠવ્યું હતું. જેમાં પાટડીના જૈનાબાદ ગામો માલધારી સમાજના લોકોને ડરાવવા ધમકાવવા તથા વાડા સળગાવી દેવાના બનાવમાં કડક કાર્યવાહી કરવા અને બનાવમાં થયેલ નુકસાનનું વળતર અપાવવા માગ કરી હતી.

જ્યારે લીંબડીમાં નોનવેજની દુકાન ધારકનો વકીલ પર હુમલો, જાંબુ ગામમાં ઇટોના ભઠ્ઠા પર દબાણ, રળોલ ગામે અનુસૂચિત જાતિના લોકો પર હુમલો, લીંબડી જાંબુ ગામે ગાયોને મારીનાંખવાના હુમલો જેવા બનાવો જિલ્લામાં બન્યા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજના લોકોને હેરાન પરેશાન કરી તેમને ડરાવી ધમકાવી વિસ્તાર છોડી જતા રહે તેવો માહોલ બનાવાના બનાવો વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...