તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ધ્રાંગધ્રામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં પકડાયેલાં વાહનો ખાલસાં કરાયાં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનસંરક્ષક વનવર્તુળ દ્વારા અરજીની સુનવાણી કરાઇ હતી
  • આરોપીઓનો ગુનો પ્રસ્થાપિત થતા વાહનોને ખાલસા કરવાના હુકમને યથાવત્્ રખાયો હતો

સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રાના જંગલ વિસ્તારમાંથી જેસીબી, ટ્રેક્ટર સહિત રૂ.13 લાખનો મુદ્દામાલ ખાલસા કરાયો હતો. આ અંગે આરોપીઓએ અપીલ અરજી કરતા સુનવાણી વનસંરક્ષક વનવર્તુળ જુનાગઢમાં કરાઇ હતી. જેમાં ગુનો પ્રસ્થાપિત થતા વાહનો ખાલસા કરવાનો હુકમ કરાતા બંને પકડાયેલ વાહન હવે સરકારી મિલકત ગણાશે.

સુરેન્દ્રનગર વનવિભાગે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવા સઘન પેટ્રોલિંગ સહિત આવી પ્રવૃતિ પર કાયદેસરના પગલા લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 30 જૂને વનવિભાગ ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા દિલિપભાઇ પ્રેમજીભાઇ સિંધવ, જિગ્નેશભાઇ દિલીપભાઇ સિંધવના વાહનો જેસીબી અને ટ્રેક્ટર ખાલસા કરાયાં હતાં. આથી આ બંને આરોપીઓએ અપીલ અરજી કરી હતી. જેની સુનવાણી મુખ્ય વનસંરક્ષક જુનાગઢ વનવર્તુળ દ્વારા કરાઈ હતી. જેમાં તમામ દસ્તાવેજો તથા દલીલો ધ્યાને લઇ વનગુનો આરોપીઓએ આચર્યાનું પ્રસ્થાપિત થયુ હતુ. આથી નાયબ વનસંરક્ષકે વાહનો ખાલસા કરવાનો હુકમ યથાવત રખાયો હતો. આથી ટ્રેક્ટર અને જેસીબી કિં. રૂ.13 લાખ હવે સરકારી મિલકત ગણાશે. આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...