તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વાસુપુજય જિનાલયની 130મી વર્ષગાંઠ યોજાઇ, હજાર રૂપિયામાં 9680 વાર જમીન ખરીદી હતી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલાલેખક: તુષાર માલવણીયા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલુ વાસુપુજય જિનાલયની શ્રાવણ વદી 1ને મંગળવારના રોજ 130મી વર્ષગાંઠ યોજાઇ હતી. અંગ્રેજો પાસેથી 9680 વાર જમીન રૂપિયા 1 હજાર રોકડા આપીને વેચાણ લીધેલ જમીન પર 1882માં જિન મંદિર બાંધવાની શરૂઆત થયા બાદ 1890માં તેમાં અમીઝરા વાસુપુજય દાદાની જિન પ્રતિમાનું સ્થાપન કરાયુ હતુ. સુરેન્દ્રનગર શહેર જૈનોની નગર ગણાય છે. શહેરમાં અંદાજે 20થી વધુ જિનાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રાચિન ગણાતા વાસુપુજય જિનાલયનો અનેરો ઇતિહાસ છે. ભારતમાં જયારે બ્રીટીશ સલ્તનતની હકૂમત હતી ત્યારે ઝાલાવાડ પ્રાંતમાં અંગ્રેજોએ વેપાર અર્થે વઢવાણમાં કેમ્પ સ્ટેશનની 1830માં સ્થાપના કરી હતી. આ સમયે વઢવાણમાં રહેતા વેપારીઓ અને જૈન શ્રાવકો વેપાર અર્થે હાલના સુરેન્દ્રનગર અને તે સમયના કેમ્પમાં આવતા હતા

વેપારમાં થોડો સમય મળતા શ્રાવકો પ્રભુજીની પૂજા અર્ચના કરી શકે તે માટે અંગ્રેજો પાસેથી રૂપિયા 1 હજારમાં 9680 વાર જમીન વઢવાણ સીવીલ સ્ટેશનના શ્રાવક સાધારણ ધર્માદાના મેનેજર ઠાકરશીભાઇ ડાયાભાઇ શેઠ અને કપુરભાઇ ત્રિકમભાઇ વોરા, મૂળચંદભાઇ ચતુરભાઇ વકીલ અને જીવણલાલ ફૂલચંદ વકીલે અંગ્રેજોના મીસ્ટર એન્ડરશનની કંપની પાસેથી ખરીદી હતી. આ જમીન ઝાલાવાડ પ્રાંતના પોલીટીકલ એજન્ટની કોર્ટમાં નામે પણ કરાવાઇ હતી. ત્યારબાદ જિનાલય તૈયાર થતા ભારે ઉત્સાહ સાથે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આજે મંગળવારે કોરોનાના લીધે જિનાલયની 130મી વર્ષગાંઠની સાદાઇથી ઉજવણી થઇ હતી. દર વર્ષે આ દિવસે સ્વામીવાત્સલ્યનું આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે તે પણ મોકુફ રખાયુ હતુ. 130 મી વર્ષગાંઠના પર્વે જિનાલયના મેઇન શીખર પર જશુમતીબેન ચંદ્રકાંત પરીખ પરિવારે ધ્વજારોહણનો લાભ લીધો હતો. જયારે અન્ય 34 શીખર પર 68 વ્યકિતઓએ ધજા ચડાવી હતી.

સુરેન્દ્રનગરમાં વસતા અનેક જૈન પરીવારોના આસ્થાના કેન્દ્ર સમાન શહેર મધ્યે આવેલ વાસુપુજ્ય સ્વામી દેરાસરજી (મોટાદેરાસરજી)ની 130મી વર્ષગાંઠની ઉજવણી મંગળવારના રોજ કરવામાં આવી હતી. જેમાં હાલ કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનેલઇ આ વર્ષઉજવણી ગુરૂભગવંતોની આજ્ઞાથી સાદગી પુર્વક કરાઇ હતી. જેમાં સામાન્ય દિવસોમાં દેરાસરજીની વર્ષગાંઠ નિમિતે હજારો લોકોની જનમેદની જ્યાં ઉપસ્થિત રહે છે. ત્યાં જૈન સમાજના આગેવાનો અને ધ્વજારોહણના લાભાર્થીઓ અને કુટુંબીજનો ખુબજ ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે લોકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય માટે આ વર્ષ સંઘજમણ પણ ન કરી સાદગી પુર્વ ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...