વઢવાણ તાલુકાનુ સૌથી મોટુ ગામ વસ્તડી ભોગાવા નદી પર વસેલું છે. સામાકાંઠાની મેલડીમાંના સ્થાનકની ભુમી, લીંબડી રાજકવી શંકરદાન દેથા અને સ્વામી માધવાનંદની જન્મભુમી છે. આશરે 15 હજારથી વધુ વસ્તી ધરાવતા વસ્તડીમાં કારડીયા રાજપૂત, સતવારા સહિત સમાજના લોકોનો સમુહ છે.
સામાકાંઠાની મેલડીમાંના સ્થાનકભૂમિ તરીકે પણ ઓળખાય છે
આ ગામ બોરના વૃક્ષના ઉછેર થકી તેના બોર દેશ વિદેશમાં પહોંચ્યા છે. વસ્તડી ગામ પ્રાથમિક શિક્ષણમાં અગ્રેસર બન્યુ છે. આશરે રૂ.15 લાખના લોકસહયોગ અને સરકારી ગ્રાન્ટથી ધો.1થી8નું શૈક્ષણિક સંકુલ જોવાલાયક બન્યુ છે.આ સરકારી શાળામાં 425 બાળકો અભ્યાસ કરે છે.પરંતુ ધો.9થી 12 હાઇસ્કુલ માટે જમીન ન હોવાથી મુશ્કેલી પડી રહી છે.જ્યારે આરોગ્યક્ષેત્રે પીએચસી કેન્દ્ર છે પરંતુ સીએચસી કેન્દ્ર ન હોવાથી ચુડા કે વઢવાણ જવુ પડે છે.ભોગાવો નદી પર પુલ હોવાથી વસ્તડી ગામ નેશનલ હાઇવેને જોડતુ ગામ બની ગયુ છે.
આ ગામ ચૂડા અને વઢવાણ સાથે અનોખો નાતો ધરાવે છે.વસ્તડી ગામના લોકોએ પુરૂષાર્થ કરીને વિકાસ શરૂ કર્યો છે.સિંચાઇનું પાણી મળતા ખેડૂતોએ કપાસ, મોરવાડ બોર સહિત પાકો થકી ગામની આગવી ઓળખ ઉભી કરી છે.
ગામમાં પાણી, રસ્તા માટે આયોજન સફળ થયું છે : અમારૂ વસ્તડી ગામ તાલુકા જેવુ બનાવવુ છે. અમારા ગામમાં ભોગાવો નદી આશીર્વાદ રૂપ છે પરંતુ રેતી અને પાણી ચોરી અટકાવવા દોડધામ કરી છે.ગામમાં પાણી રસ્તા માટે આયોજન સફળ થયુ છે. આગામી સમયમાં હાઇસ્કુલ અને પીએચસી કેન્દ્ર માટે જમીન પણ મળશે.જ્યારે મેલડીમાં મઠ, માધવાનંદ આશ્રમ વગેરેની ઓળખ પણ પ્રસ્થાપિત કરીશું.
સામા કાંઠાની મેલડીના ખોટા સમ ન ખવાયની વાયકા, રવિવારે ભક્તોની મોટી ભીડ હોય છે
વસ્તડી ગામના સામાકાંઠે સુપ્રસિધ્ધ સામાકાંઠાના મેલડીમાં બીરાજમાન છે.ગામની દીકરી કે દીકરો સામાકાંઠાના મેલડીમાંના ભરોસે કામ કરે છે.આસપાસના વિસ્તારોમાં સામાકાંઠાની મેલડીમાંના ખોટા સમન ન ખવાય તેવી વાયકા ધરાવે છે.આ મંદીર આજે ગુજરાતભરમાં સુપ્રસિધ્ધ છે.દર રવિવારે અને મંગળવારે ભક્તો મેળાની જેમ માતાના દર્શને ઉમટી પડે છે.
વસ્તડીના વિકાસમાં લોકસહયોગ મહત્ત્વનો
વસ્તડી ગામના લોકોએ લોક સહયોગ થકી ગામને રમણીય બનાવ્યુ છે. જેમાં ગામના પાદરે સ્મશાનને સુંદર બનાવાયુ છે. ચબુતરો ગામની શોભા વધારી રહ્યો છે.જ્યારે સર્વ સમાજના યુવાનોને રોજગારી અને નોકરી માટે આઝાદ એકેડમી ધરોહર છે.આ આઝાદ એકેડમી સર્વ સમાજના યુવાનોને વિનામુલ્યે માર્ગદર્શન આપે છે.જેમાં મેદાન બનાવીને આર્મી, પોલીસને ટ્રેનીંગ અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.