ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા તા.2-8-2022થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.ત્યારે સુરેન્દ્રગનર જિલ્લાના 351 તલાટીઓ પણ આ વિરોધમાં જોડાતા બીજા દિવસે કચેરીઓમાં હડતાલની અસરો જોવા મળી રહી છે.તલાટીઓની હડતાલને હવે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જયપાલસિંહ મસાણી, મહામંત્રી ધર્મેશકુમાર પેઢડીયાએ સહિત આગેવાનોએ જણાવ્યુ કે તલાટીઓના આંદોલનને રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘ, રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, અખિલ ગુજરાત ગ્રામપંચાયત ક્લાર્ક,પટાવાઇા મહામંડળ, રાજ્ય વિસ્તરણ અધિકારી પંચાયત મહામંડળ , રાજ્ય ગ્રામપંચાયત કોમ્પયુટર ઓપરેટર મંડળે ટેકો જાહેર કર્યો છે.તલાટીઓના માંગો અને વિવિધ પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
તલાટીઓ હડતાલ પર હોવાથી પ્રમાણપત્ર મેળવવામાં હાલાકી દૂર કરવા રજૂઆત
સુરેન્દ્રનગર વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસે કલેક્ટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુબજ હાલ તલાટી કમ મંત્રીઓની હડતાળ ચાલુ છે.ત્યારે શહેર તથા ગામડાઓમાં વિદ્યાર્થીઓ તેમજ ગંભીર દર્દીઓને ખુબજ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં આવક પ્રમાણપત્રની જરૂર હોય છે. તેમજ ગંભીર બિમારીઓના નિદાન થાય ત્યારે પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજનાના કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાની જરૂર હોય છે તે ન મળતા લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે.આથી આ બાબતે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.