તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલ્લાબોલ:હળવદમાં વડોદરા – લાકડીયા હેવી વીજલાઇનના વિરોધમાં હલ્લાબોલ સાથે ચક્કાજામ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ચક્કાજામ કરતા એકાદ કલાક વાહનચાલકો ફસાયા
 • પોલીસની સમજાવટ બાદ ખેડૂતો હાઇવે પરથી હટ્યા

હળવદમાં લાકડીયા – વડોદરા હેવી વીજલાઇન પસાર કરવામાં વીજ કંપની દ્વારા મનમાની કરી જમીન સંપાદનની કાર્યવાહી વગર જ ખેડૂતોના ખેતરમાં ઉભા મોલ વચ્ચે વીજપોલ નાખવામાં આવી રહ્યા હોય કંપનીની દાદાગીરીના વિરોધમાં આજે હળવદના વિવિધ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા હળવદ હાઈવે ચક્કાજામ કરાતા કલાકો સુધી હાઇવે ઉપર વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. અને આખરે પોલીસની દોડી આવી ખેડૂતોને સમજાવટ બાદ હાઇવે ખુલ્લો કરાવ્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ ખાનગી વીજ કંપની દ્વારા કચ્છના લાકડિયાથી વડોદરા વચ્ચે હેવી વીજભાર વહન કરતી વીજલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હળવદ સહિતના વિવિધ ગામોમાં કંપનીના માણસો દ્વારા જમીન સંપાદનની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ ખેડૂતોનો ઉભો પાક લહેરાતો હોવા છતાં વીજપોલ નાખવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક કક્ષાએ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કંપનીના માણસોની દાદાગીરી યથાવત રહેતા આજે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આજે સવારે 11.00 વાગ્યા બાદ હળવદ અને આસપાસના વિસ્તારમાંથી એકત્રિત થયેલા લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કરતા લગભગ એકાદ કલાક ટ્રાફિક થંભી ગયો હતો. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા શ સાથે જ બનાવ સ્થળે દોડી આવેલ ખેડૂતો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો અને પોલીસની સમજાવટ બાદ ખેડૂતો હાઇવે પરથી વળી પાછા હળવદ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો