વેક્સિનેશન:ગુરુવારે 16813 લોકોનું રસીકરણ 513 જિલ્લા પ્રથમ ડોઝ 100 ટકા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અફવાઓ પર વિશ્વાસ ન રાખતા, વેક્સિન લેજો : ડીડીઓ

સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક લોકોનું ઝડપથી રસીકરણ થાય તે માટે જિલ્લા તંત્ર પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે હજુ પણ રસીને લઇને અફવાઓનો માર તંત્ર માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. આથી જ અફવાઓ પર વિશ્વાસ ન રાખીને વેક્સિન લેવા લોકોને સમજાવવી કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જિલ્લામાં બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 6 લાખના પાર કરીને 6,09,142 પર પહોંચી ગઇ હતી. ગુરૂવારે સવારના 8 થી સાંજના 6 કલાક સુધીમાં 3080 પ્રથમ તેમજ 13773 લોકોએ બીજા ડોઝ સાથુ 16813 લોકોનું રસીકરણ થયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ રસીને લઇને અફવાઓ હાલ જિલ્લા તંત્રને હંફાવી રહ્યુ હોવાનો ઘાટ સર્જાયો. જિલ્લાના અમુક અંતરીયાળ ગામડાઓમાં તેમજ જ્યાં શિક્ષણનું સ્તર ઓછુ છે ત્યાં લોકો હજુ પણ રસીને લઇને જુદી જુદી માન્યતાઓ સાથે રસી લેવા આગળ ન આવતા હોવાથી આરોગ્ય તંત્ર માટે પડાકરરૂપ બન્યુ છે. જિલ્લાના છેવાડાના માનવી સુધી રસી લઇને પહોંચતા આરોગ્ય કર્મીઓ પણ આવા લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનુ બહાર આવ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 20 ઓક્ટોબરને બુધવારે 17000 લોકોએ કોવિડ વેક્સિન લીધી હોવાની સાથે કુલ 513 ગામોમાં પ્રથમ ડોઝ 100 ટકા કામગીરી થઇ હોવાની સાથે ડીડીઓએ ટ્વિટ કર્યું હતું.

જેમાં જિલ્લામાં ઝડપથી રસીકરણ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકોને પણ રસી માટે સમજાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ નાગરીકોને વેક્સીન લેવા અને આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત અફવાઓ ઉપર વિશ્વાસ ન રાખતા અને વેક્સિન લેવાનું કહ્યુ હતુ. આ અંગે ડીડીઓ નવનાથ ગવહને જણાવ્યું કે અમુક લોકોમાં હજુ રસીને લઇને ગેરસમજ કે અફવાનો વિશ્વાસ રાખતા હોય તેના માટે તેઓ રસી માટે આગળ નથી આવતા. અપીલ કરવામાં આવે છે કે રસી સુરક્ષીત છે, જિલ્લાના બધા અધિકારીઓ અને તેમના પરિવારો પણ લીધી છે.

માટે ગભરાવાની જરૂરીયાત નથી બધા લોકો રસી લે તે જરૂરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 21 ઓક્ટોબરને બુધવારે 67 કેન્દ્રો પર રસીકરણ ચાલુ રહેતા 16813 લોકોએ રસીનો લાભ લીધો હતો. પરિણામે જિલ્લામાં કુલ 16,97,437 લોકોના રસીકરણમાં 10,88,295 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. અને 6 લાખના આંકને પાર કરતા જિલ્લામાં કુલ 6,09,142 લોકોએ બીજો ડોઝ પૂર્ણ કર્યો હતો.

જેમાં જિલ્લાના પુરૂષો 8,98,417 તેમજ 7,98,759 મહિલાઓને રસીકરણમાં આવરી લેવાયા હતા. 16 લાખથી ઉપર થયેલા રસીકરણમાં 14,94,759 કોવેશિલ્ડની રસી સામે કોવેક્સિનની 2,02,678 લોકોએ કોવેક્સિનની રસી મૂકાવી હતી. જિલ્લાના 18-44 વયના 9,81,370 લોકોએ રસી લીધી હતી. જેની સામે 45-60ની ઉંમરના 4,42,586 અને 60થી ઉપરની વયના 2,73,481 લોકોનું રસીકરણ થયુ હતુ.

100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ થતા ઉજવણી
100 કરોડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થતા ગાંધી હોસ્પિટલે ગુરૂવારે જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રે ઉજવણી કરી હતી. 100થી વધુ આરોગ્ય વિભાગ, હોસ્પિટલના કોરોના વોરિયર્સનું સન્માન કરાયુંં. ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, કલેકટર એ.કે. ઔરંગાબાદકર, પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ડીડીઓ નવનાથ ગવ્હાણે, આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદ, જિલ્લા અધિક આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. હરીશ વેસેટીયન સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...