કાર્યક્રમ:રાસાયણિક ખાતરો અને યુરિયાનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા છીનવી રહ્યો છે: રાજ્યપાલ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 12 હજાર ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી
  • પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવી સમયની માગ

સુરેન્દ્રનગરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવ્યા હતા. જ્યારે આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જીવન માટે ફળદ્રુપ જમીન છોડવા માટે હાલ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ દેવવ્રત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ ઉપસ્થિત લોકોને પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે વડાપ્રધાને દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન શરૂ કર્યું છે. જેમાં પ્રત્યેક પંચાયતમાંથી 75 ખેડૂતને પ્રાકૃતિક કૃષિ સાથે જોડી આપણે કૃષિને રાસાયણિક ખાતર, જંતુનાશકોની ગુલામીમાંથીબચાવી છે.

વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા ફાળો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન, અળસિયા અને મિત્ર જીવોની સંખ્યા તેમજ ફળદ્રુપતા સતત ઘટી જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ વધતા અને ઉત્પાદન ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે.

ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી 1-2 વર્ષમાં જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન બમણો થાય છે. તેમના ગુરૂકુળ કુરુક્ષેત્રમાં પોતાની 200 એકરમાં પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વિશે તેમણેં કહ્યુ કે પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન-પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન- સંવર્ઘન થાય છે.

ખર્ચ નહીવત હોવાથી અને ઉત્પાદન ઘટે નહીં ખેડૂતોને આર્થિક ફાયદો થાય સૂક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિથી જમીનનો આર્ગેનિક કાર્બન વઘતા ફળદ્રુપતા વધે છે.પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો, જીવામૃત – ઘન જીવામૃત રૂપે કલ્ચર, મલ્ચિંગ પધ્ધતિ, અળસિયાઓનાં મહત્વ અને પ્રાકૃતિક ખેતીમાં તેમની ભૂમિકા-ફાયદા વિશે વિગતવાર સમજણ ખેડૂત મિત્રોને આપી હતી.

ફેમિલી ર્ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા પ્રગતિશિલ ખેડૂતોને અનુરોઘ કર્યો હતો. પ્રાકૃત્તિક કૃષિ-સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન રામભોજના લયે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં એક વેચાણ કેન્દ્રને પણ ખૂલ્લુ મૂક્યું હતું.

સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, કલેક્ટર કે.સી. સંપટ, એસપી હરેશ દૂધાત, પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતી માટે અમૃત જીવા મૃત થકી પાકને વધુ ફાયદો
દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, 10 કિગ્રા છાણ,1 મુઠી વૃક્ષ આસપાસની માટી,1 કિલો દેશીગોળ, 1 કિલો ચણા દાળ લોટ મિશ્રણ તૈયાર કરી 200 લીટર પાણીના ડ્રમમાં મિશ્રણ તૈયાર કરી ઢાંકીને છાંયડે રાખવી ઘડિયાળના કાંટાની દીશામાં દિવસમાં 2 વખત હલાવવું. ઉનાળામાં 2-3 દિવસમાં શિયાળામાં 1 અઠવાડિયામાં તૈયાર થઇ જશે. 15 દિવસ સુધી પાક પર છંટકાવ કરવો. અત્યાર સુધી 12 હજાર ખેડૂતે પ્રાકૃતિક, ગાય આધારિત ખેતી અપનાવી છે. > ભરતભાઇ પટેલ, નાયબ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટ

અન્ય સમાચારો પણ છે...