તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:યુએસના પાટીદાર આગેવાનોએ ઓકિસજનનાં 100 મશીન મોકલ્યાં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુએસ સ્થિત પાટીદારના સેવાભાવી અગ્રણીઓએ સિધ્ધસર ઉમિયા મંદિર ટ્રસ્ટને ઓક્સિજન માટેના 100 મશિન વિનામુલ્યે મોકલી આપીને ઉમેદા સેવાનું કાર્ય કર્યું છે.

યુએસમાં રહેતા ગુજરાતી અગ્રણીઓના ધ્યાને આવ્યું હતું કે રાજયમાં કોરોનાના દર્દીઓને ખાસ કરીને ઓકિસજન મળવો મુશ્કેલ બની ગયો છે. આ બાબતની નોંધ લઇને યુએસમાંથી સિધ્ધસર ઉમિયા મંદિર ટ્રસ્ટને રૂ.70 હજારથી વધુની કિંમતનું એક એવા 100 ઓકિસજનના મશિન વિનામૂલ્યે મોકલી આપવામાં આવ્યા છે.

હવામાંથી જ આપોઆપ ઓક્સિજન ઉત્પન્ન કરતા આ મશીન પૈકી 5 ઉમિયા મંદિર વઢવાણ અને 3 મશીન શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવવામાં આવ્યા છે. પાટીદાર સમાજના કોઇ પણ દર્દીને આ મશીનથી ઓક્સિજનની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...