ભાસ્કર ઈમ્પેક્ટ:સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં લાયસન્સ વગરના છાત્રોને પ્રવેશ ન આપવા તાકિદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTOમાં ન નોંધાયેલ સ્કૂલવર્ધીવાળા વાહનો સામે કાર્યવાહી કરાશે
  • ​​​​​​​લાઇસન્સ વગરના ​​​​​​​તેમજ ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વાહનો લઇને શાળાએ આવે તો તેને પ્રવેશ ન આપવા આરટીઓ દ્વારા જાણ કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલવર્ધીના મોટા ભાગના વાહનો આરટીઓમાં નોંધાયા નથી. તો બીજી બાજુ અન્ડરએજ ધરાવતા વિદ્યાર્થીઓ પણ વાહન લઇને આવતા હોવાથી આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અને જિલ્લાની તમામ સરકારી -ખાનગી શાળાઓમાં લાઇસન્સ વગરના તેમજ ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વાહનો લઇને શાળાએ આવે તો તેને પ્રવેશ ન આપવા તાકીદ કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી તેમજ ખાનગી સહિત કુલ 1148 શાળાઓમાં ધો. 1 થી 8ના 2,12,386 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો બીજી તરફ નિયમોને નેવે મૂકી તેમજ આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ બાળકોને સ્કૂલવર્ધીના વાહનોમાં શાળાઓમાં જોખમી વર્ધી પહોંચી રહી છે. ત્યારે આ અહેવાલ બાદ જિલ્લા સાથે આરટીઓ તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જિલ્લાની તમામ સરકારી-ખાનગી શાળાઓમાં અન્ડરએજ કે જે ઓછી ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય તેમજ જે વિદ્યાર્થીઓ લાયસન્સ ધરાવતા ન હોય તેઓને પ્રવેશ ન આપવા તાકીદ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં શાળા-કોલેજેમાં પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.અને સ્કૂલમાં ચાલતા વાહનો કે જે અનઅધિકૃત રીતે વિદ્યાર્થીઓને બેસાડીને ચાલી રહ્યા છે તેમજ લાયન્સ વગર તેમજ અન્ડરએજ ડ્રાઇવીંગ કરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ આરટીઓ દ્વારા ડ્રાઇવ યોજીને કાર્યવાહી કરવામાં આવશે. જો કે, દર મહિને રોડસેફટીને લઇને સ્કૂલ-કોલેજોમાં તંત્ર દ્વારા કાર્યક્રમો થઇ રહ્યા છે. તેમ છતાં તેનું પાલન ન થતુ હોવાનુ બહાર આવતા નિયમોના પાલન માટે તમામ શાળાઓને પણ જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...