સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતુ. જેમાં ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ જતા જગતના તાતની હાલત અત્યંત કફોડી બની હતી. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ તથા ખેડૂતોના પાક જેવા કે ધઉં, ધાણા, જીરુ સહીતના પાકને નુકસાન પહોંચ્યું હતુ.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોનાં હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. કારણ કે, હોળિકા દહનની સાંજે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વાવાઝોડા અને વીજળી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોને ધાણા, ઘઉં અને જીરાના મબલખ પાકના લણણી સમયે જ રોવાના દિવસો આવ્યા છે. ત્યારે જસાપર ગામના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ દ્વારા પંથકના ખેડૂતો માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત સર્વે કરીને ઉચિત આર્થિક સહાય ચુકવવા સરકારને વિનંતી કરી હતી. ત્યારે ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ જતા જગતના તાતની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.