તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:માંગો ન સંતોષાતાં જિલ્લાના સરકારી તબીબો અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર ઊતર્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી 140થી વધુ ડોક્ટરો અને તબીબ કર્મચારીઓની હડતાલ
  • સર્વિસ રેગ્યુલેશન, પગારવધારો, ડોક્ટરોની ભરતી સહિત માંગ પૂરી ન થતાં અસંતોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેન-ડાઉન સ્ટ્રાઇક તેમજ ઇન સર્વિસ તબીબોની વિવિધ માંગો પુરી નથતા શુક્રવારથી અનિશ્ચીત કાળની હડતાલ પર ઉતર્યા છે.જેના કારણે આગામી સમયમાં લોકો માટે આરોગ્યલક્ષીની સેવાઓ કથળતા દર્દીઓ ખાનગી દવાખાનાના ભરોસે. ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશનની સુચના મુજબ 21 જૂનને સોમવારે જિલ્લા કલેકટરને સુરેન્દ્રનગર જિલ્લા ઇનસર્વિસ ડોક્ટર એસો.ને આવેદનપત્ર આપ્યુ હતુ.

જેમાં ઉચ્ચતર પગાર, પ્રમોશન, સાતમા પગાર પંચનો લાભ, સેવા સળંગ કરવાના ઓર્ડરમાં વિલંબ, પ્રમોશનમાં વિલંબ ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં વિલંબ માંગ પુરી ન થાય તો 25 જુનથી અશ્ચિતકાળની હડતાલ પર ઉતરવાની ચિમકી આપી હતી. માંગો પુરી ન થતા શુક્રવારથી એસોસીએશનના પ્રમુખ ડો.હરિશ વસેટીયન, ઉપપ્રમુખ ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદ, સેક્રેટરી ડો.વાઝા, ટ્રેજરર ડો.હર્ષદ પ્રજાપતિ સહિત 140થી વધુ તબીબો અનિશ્ચીત કાળની હડતાલ પર ઉતરી ગયા હતા.

આ અંગે ડોક્ટરોએ જણાવ્યુકે કોરોના વોરીયર્સ તરીકે કામ કરનાર ડોક્ટરોના ઉચ્ચતર પગાર ધોરણની અનેકવાર રજૂઆત છતા સરકાર આશ્વાસન આપી યોગ્ય નિર્ણય લીધો ન હોવાથી આંદોલનનું હથીયાર ઉગામ્યુ છે.આમ જિલ્લાના ઇનસર્વિસ ડોક્ટરો હડતાલ પર ઉતરતા દવાખાના ખાલીખમ થતા શહેર તથા ગ્રામ્યવિસ્તારમાં આરોગ્ય સેવા કથડતા દર્દી રામભરોસે થઇ ગયા છે.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સરકારી દવાખાનાનાં ડોક્ટરોએ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા હતા. ગુજરાત ભરમાં ચાલતી હડતાળ સાથે ધ્રાંગધ્રા પીએચસી ડોક્ટરોએ સમર્થન આપ્યુ હતુ.

લખતર : લખતર ખાતે પણ આ હડતાળની અસર જોવા મળી હતી. અને રોજની અંદાજે 200 ની ઓ.પી.ડી. થતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૂમસામ બનેલું જોવા મળ્યું હતું. તો લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર હડતાળ અંગેનું બોર્ડ પણ મારેલું જોવા મળ્યું હતું.જેથી આરોગ્ય સેવા ખોરવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...