પ્રેરણા:હળવદના નિવૃત્ત શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ, સરોવર કાંઠે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લવજીભાઈ મોરડીયા નિવૃત્તિ જીવન જીવતા અન્યને પ્રેરણા પૂરી પાડે છે

આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી અને નિવૃત્ત થયા પછી પણ સેવાના કર્યો કરી રહ્યા છે તેવા આદર્શ શિક્ષક લવજીભાઈ હરજીભાઈ મોરડિયા કે જેઓએ હળવદની આન બાન અને શાન અને ઐતિહાસિક સામંતસર સરોવર કાંઠે સ્વૈચ્છિક રીતે પોતે સફાઈ કરી રહ્યા છે.

કેનાલના પાણીથી હળવદનું સામંતસર સરોવર બારે મહિના ભરેલું રહે છે. જેથી તળાવ કાંઠે લીલ અને કચરો જમાં થતો હોય છે. ત્યારે વચ્ચે નગરપાલિકા દ્વારા પણ મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું, પરંતુ ફરી સ્વચ્છતાની જરૂર હોય ત્યારે પોતે સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ સમજી અને અનોખો સેવાયજ્ઞ આરંભ્યો છે. ત્યારે લવજીભાઈ મોરડીયા આજના યુગના યુવાનો અને નિવૃત્તિ જીવન જીવતા અન્ય ને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...