તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:આકારા ઉનાળા દરમિયાન પાટડીમાં સેવાભાવી મહિલાઓની અનોખી સેવા, જરુરિયાતમંદ બાળકોમાં સ્લીપરનું વિતરણ કર્યું

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું વિતરણ કરાયું - Divya Bhaskar
ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું વિતરણ કરાયું
  • ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું વિતરણ કરાયું

હાલમાં સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં ગરમીનો પારો 44થી 45 ડીગ્રીએ પહોંચ્યો છે ત્યારે પાટડીની મહિલાઓ દ્વારા આકરા તાપમાં ઉઘાડા પગે કચરો વિણતા બાળકોને સ્લીપર પહેરાવાયા હતા. જ્યારે મહિલા મોરચા દ્વારા ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

પાટડીના સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હાલમાં ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચ્યો છે અને આગામી દિવસોમાં આકરા ઉનાળામાં ગરમીનો પારો વધીને 47થી 48 ડીગ્રી સુધી પણ પહોંચી જાય છે. ત્યારે વર્ષોથી ગરીબ અને પછાત લોકોની સેવા કરતા મીનાબેન દેસાઇ અને રૂપલબેન પંચાલ દ્વારા સૌ પ્રથમ પાટડી બાપા સિતારામ મઢૂલી પાસે આકરા ઉનાળામાં ચપ્પલ પહેર્યા વગર પ્લાસ્ટિક અને કચરો વિણવાનું કામ કરતા 70 જેટલા ગરીબ અને પછાત બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

વધુમાં પાટડીના મીનાબેન દેસાઇ અને રૂપલબેન પંચાલ દ્વારા હિંમતપુરા અને પાટડી લાટીવાસ અને વેલનાથનગરના ગરીબોને ધાબળા વિતરણ અને ગરીબ અને પછાત મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવતા ગરીબ લોકોના ચહેરા પર હાસ્ય રેલાયું હતુ. આ અંગે મીનાબેન દેસાઇએ જણાવ્યું કે, ગરીબ બાળકોને ઉઘાડા પગે કચરો વિણતા જોઇને અમારૂ દિલ દ્રવી ઉઠ્યું હતુ. આથી અમે તરત બજારમાંથી 70 જેટલી નવી સ્લીપરોની જોડી લાવી આ બાળકોને પહેરાવી હતી. અને ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો