તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન કી બાત:ઝીંઝુવાડાના યુનિક લાઈટ હાઉસને મળ્યું 'મન કી બાત'માં સ્થાન, પીએમ મોદીએ ઝીંઝુવાડા બંદરના ભવ્ય ભૂતકાળને વાગોળ્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝીઝુવાડા ગામનો ઉલ્લેખ કર્યો અે ગામની દિવ્યભાસ્કર ટીમે મુલાકાત લીધી
  • ઝીંઝુવાડા લાઈટહાઉસથી આજે દરિયો 100 કિમી દૂર!
  • દેશના 71 લાઈટ હાઉસ આસપાસ પ્રવાસન સ્થળ વિકસાવાશે

પ્રધાનમંત્રી મોદીએ આજે કરેલી 'મન કી બાત'માં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડાની ચર્ચા કરી હતી. એક સમયે અહીં ધમધમતા બંદર અને આજે પણ અડીખમ ઉભેલા લાઈટ હાઊસની પીએમ મોદીએ 'મન કી બાત'માં ચર્ચા કરી હતી.

'મન કી બાત' દરમિયાન પ્રધાનમંત્રીએ મેરિટાઈમ ઈન્ડિયા સમિટનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે- દેશમાં લાઈટ હાઉસ હંમેશ લોકો માટે આકર્ષણનું કેંદ્ર રહ્યા છે. કેંદ્ર સરકારે 71 જેટલા લાઈટ હાઉસ આસપાસ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રધાનમંત્રીએ ઝીંઝુવાડાના લાઈટ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઝીંઝુવાડામાં આજે લાઈટ હાઉસ જોવા મળે છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે, આજે દરિયો અહીંથી 100 કિલોમીટર દૂર ચાલ્યો ગયો છે.

ભવ્ય બંદરના પુરાવારૂપી પત્થરો અને શીલાઓ
ઝીંઝુવાડામાં આજે બંદર તો નથી. પણ અહીં એક સમયે બંદર હોવાના અનેક પુરાવાઓ મળી આવે છે. કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને લાંગરતા હતા. ઇ.સ.1223માં પાટણના મહામંડલેશ્વર વાઘેલા રાજ વિરધવળ લવણપ્રસાદ (ધોળકાના) જ્યારે એંસી ઘોડાનું એક વહાણ ઇરાનથી ઝીંઝુવાડા બંદરે આવવાનું હતુ. એ વખતે ઘોડાને જોવા સારૂ તેઓ ખાસ ઝીંઝુવાડા આવ્યા હતા. પરંતુ એ દિવસે ઘોડાવાળુ વહાણ નહી આવી શકવાથી તેઓ ઝીંઝુવાડા રાજગઢીમાં રાત રોકાયા હતા અને બીજા દિવસે વહાણો આવી જતા ઘોડા જોઇ તેઓ પાટણ સિધાવેલા હતા. આ સમયે વાછડા સોલંકીનું સ્થાન રણમાં ખારાપાટમાં બેટ જેવું હતુ. દરિયાની એક નાળ ઝીંઝુવાડાના બંદરે હતી. ભરતી આવે ત્યારે વહાણો ધક્કા સુધી આવતા હતા. અહીં ચેરના ખુબ ઝાડ હતા. સિંધુ નદીનું વહેણ પણ લખપત આગળ દરિયાને અડીને રણમાં ઉતરી આવતા અને આખા કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. લખપત આગળ લાલ ચોખાનો મબલક પાક પણ થતો હતો.

જમીનની ઉથલપાથલ થઇ ગઇ
આ અંગે વધુ વિગત આપતા ઝીંઝુવાડા ગામના સુરૂભા ઝાલા ગર્વભેર જણાવે છે કે, પહેલાના વખતમાં વરધાસરની તલાવડીના કાંઠે મોટ‍ા પથ્થરના કડાં પણ નાખેલા હતા. આ કડાં વહાણ નાંગરવા વખતે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પણ અત્યારે ત્યાંથી કોઇ કડાં કાઢી ગયેલા છે. વખતો જતા કોઇ કાળે ભયંકર ધરતીકંપ થયો અને જમીનની ઉથલપાથલ થઇ ગઇ. અને જમીનનું લેવલ ચાર-પાંચ ફૂટ ઊંચુ ચડી ગયું ને પાણી પણ ખસી જતાં નાળ બંધ થઇ ગઇ અને બંદર પણ બંધ થઇ ગયું હતુ. અને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવું બની ગયું હતુ. અત્યારે માળીયા-મિયાણાના ગામ ઘાટીલા સુધી તો દરિયાઇ પાણી આવે છે જે પાણીથી મીઠું પકવવામાં આવે છે. જે ફક્ત ઝીંઝુવાડાથી 50 માઇલ જ દૂર આવેલું છે. આજે આ ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતી હવા સાથે વાતો કરતી ઐતિહાસિક દીવાદાંડી નજરે પડે છે.

ઝીંઝુવાડા ગામનો કિલ્લો રક્ષિત સ્મારક હોવા છતાં જર્જરિત!
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીથી માત્ર 30 કિ.મી.દૂર આવેલા ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે. આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચિન નમુનારૂપ છે. આ કિલ્લા પર એક આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઇને પાછો આવી શકે એટલી પહોળાઇવાળો આ કિલ્લો છે. આ ઐતિહાસિક કિલ્લાને ફરતા આવેલા હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા જર્જરિત હાલતમાં ઊભા છે.

આજે જ્યારે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે "મન કી બાત" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાના ઐતિહાસિક ઝીંઝુવાડા ગામના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી છે. સાથે પ્રધાનમંત્રી મોદીએ આ ઐતિહાસિક ગામના દરવાજાઓ, શીલાઓ, ગઢ અને પથ્થરની પણ વાતો દેશની જનતા સમક્ષ મૂકી છે. આથી દિવ્યભાસ્કરની ટીમે આ ઐતિહાસિક ગામની મુલાકાત લઇ ભવ્ય ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો