તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Unique Initiative Of Planting Plants Started On The Birthday Of The Student And The Teacher In The Girls School, Almond Plants Were Planted On The Birthday Of The Principal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોડમાં રણછોડ:કન્યાશાળામાં વિદ્યાર્થિની અને શિક્ષકના જન્મદિવસે છોડ ઉછેરવાની અનોખી પહેલની શરૂઆત કરાઇ, આચાર્યના જન્મદિવસે બદામના છોડનું વાવેતર કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળા કે શિક્ષક ઘેરથી છોડ લાવી શાળાના પ્રાંગણમાં ઉછેરવાની પ્રતિજ્ઞા લેશે
 • આ પહેલથી બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે અને પ્રકૃતિ પ્રત્યે સભાનતા વધશે

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખાતે આવેલી કન્યાશાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષક કે કોઇ દિકરીનો જન્મદિવસ હોય તે દિવસે શાળાના પ્રાંગણમાં જ છોડ વાવીને એનો ઉછેર કરવાનો હોય છે. આ પહેલથી બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે અને પ્રકૃતિ પ્રત્યે સભાનતા વધશે.

ઘેરથી છોડ લાવી શાળાના પ્રાંગણમાં ઉછેરવાની પ્રતિજ્ઞા લેવાય છે

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખારાઘોઢા રોડ પર આવેલી કન્યાશાળામાં ધોરણ 6 થી 8ની કુલ 179 બાળાઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરતી ગરીબ અને પછાત પરિવારની બાળાઓ શાળાના કોઇ શિક્ષક કે પોતાનો જન્મ દિવસ હોય તે દિવસે 8 થી 10 વિદ્યાર્થિનીઓ ભેગા મળીને રૂ.150 થી 200ની કેક લાવીને સ્કૂલમાં આખો ક્લાસ શણગારવામાં અડધો દિવસ બગાડીને પછી જે તે શિક્ષકને કેક ખવડાવ્યા બાદ તે 8 થી 10 વિદ્યાર્થિનીઓનું ગ્રુપ બાકીની કેક ખાતા આથી આખા રૂમની દિકરીઓ કેક ખાતા જોઇ રહેતી. આથી શાળાના આચાર્ય ત્રિકમ પરમાર અને શિક્ષક રોહિત ઝોલાપરાએ શાળામાં જન્મ દિવસ ઊજવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી હતી. જેમાં શાળામાં જે શિક્ષક કે વિદ્યાર્થિનીનો જન્મ દિવસ હોય તે બાળા કે શિક્ષક ઘેરથી છોડ લાવી તેને શાળાના પ્રાંગણમાં ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

કન્યાશાળામાં ધોરણ 6 થી 8ની કુલ 179 બાળાઓ અભ્યાસ કરે છે પાટડી નાનુબાપા કન્યાશાળાની આ અનોખી પહેલ અંતર્ગત સૌ પ્રથમ શાળાના આચાર્ય ત્રિકમ પરમારના જન્મદિવસ પર શાળામાં બદામના છોડનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી. અને બે દિવસ અગાઉ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી જયશ્રી ઠાકોરનો જન્મદિવસ પણ શાળાના આચાર્ય અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમાં બદામના છોડનું જ વાવેતર કરી રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. આ અનોખી પહેલથી શાળાની ગરીબ અને પછાત બાળાઓમાં આર્થિક ભારણ ઘટવાની સાથે એમનામાં પ્રકૃતિ પ્રત્યેની સભાનતામાં વધારો થાય છે.

જન્મદિવસે બાળાઓ સ્કૂલમાં આવવાનું ટાળતી આ અંગે શાળાના શિક્ષક રોહિત ઝોલાપરાએ જણાવ્યું કે શાળામાં શિક્ષક કે વિદ્યાર્થિનીના જન્મદિવસે કેકની પ્રથા બંધ કરાવ્યા બાદ વિદ્યાર્થિનીઓ વર્ગમાં 100 થી 150રૂ.ની ચોકલેટ લાવી ક્લાસની દરેક બાળાઓને વહેંચણી કરી ઊજવણી કરાતી. એનાથી જે ગરીબ બાળાના માતા-પિતા દાડીએ જઇ માંડ બે ટંકનું પેટીયું રળતા હોય એ ગરીબ બાળા ચોકલેટ લાવવાનો આર્થિક બોજ સહન ન કરી શકતા. તેથી બાળા એના જન્મદિવસે જ સ્કૂલમાં આવવાનું ટાળતી. એટલે કે શાળાના શિક્ષક કે બાળાના જન્મદિવસે કેક બાદ ચોકલેટ લાવવાની પ્રથા પણ બંધ કરાવવામાં આવી

એક ગરીબ બાળા નવા કપડા ન હોવાથી જન્મદિવસે ક્લાસમાં ઊભી પણ ના થઇ શકી

આ અંગે શાળાના આચાર્ય ત્રિકમ પરમારે એક પ્રસંગ જણાવતા કહે છે કે અમારી શાળાની શિક્ષિકા મહેરૂનીશાના ક્લાસની એક બાળાનો જન્મદિવસ હોવા છતાં એ ક્લાસમાં ઊભી થઇ નહોતી. અડધો પિરીયડ પુરો થયા બાદ તે વિદ્યાર્થિનીની બહેનપણીએ શિક્ષિકાને કાનમાં જઇને કહ્યું કે આજે મારી બહેનપણીનો જન્મ દિવસ છે. છતાં એ ક્લાસમાં ઊભી ના થઇ. તો શિક્ષિકાબેને પુછ્યુ કે કેમ ? તો એ બાળાએ જણાવ્યું કે એની પાસે નવા કપડા ન હોવાથી એ પોતાનો જન્મદિવસ હોવા છતાં ક્લાસમાં ઊભી થઇ શકી નહોંતી. એટલે શાળાના તમામ સ્ટાફ દ્વારા શિક્ષક કે બાળાનો જન્મદિવસ હોય તો કેક કે ચોકલેટ સાથે જન્મદિવસ ઉજવવાના બદલે શાળાના મેદાનમાં જ એક છોડનું વાવેતર કરી એને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો