તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:કેંદ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું-'કોરોનાની બીજી લહેરમાં લોકોની રાડ ફાટી જાય તેવી સ્થિતિ હતી, આ સમયે કામ કરનારા કોરોના વોરિયર્સને સલામ'

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
કેંદ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું-'કોરોની બીજી લહેરમાં લોકોની રાડ ફાટી જાય તેવી સ્થિતિ હતી, આ સમયે કામ કરનારા કોરોના વોરિયર્સને સલામ'
  • લીંબડીના મોટા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મોટા મંદિર ખાતે લોકકલા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝાલાવાડના લોક કલાકારોની કાર્ય શિબિરની સાથે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, બિહારી હેમુ ગઢવી અને લાભુભા ભાસળિયાનો સન્માન સમારોહ અને ગોપાલ બારોટ લિખીત પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાડ ફાટી જવી કહેવતનો લોકોએ સ્વાનુભવ કર્યો હતો. આવા કપરા સમયમાં લોકોની સેવા કરનારા કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મોટા મંદિરના મહંત લલીત કિશોર બાપુ સહીત સંતો મહંતો, કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરભાઈ , લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વઢવાણ સુરેન્દ્રનગર ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગરના નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઇ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મોટા મંદિર ખાતે લોક કલા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝાલાવાડના લોક કલાકારોની કાર્ય શિબિરની સાથે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, બિહારી હેમુ ગઢવી અને લાભુભા ભાસળિયાનો સન્માન સમારોહ અને ગોપાલ બારોટ લિખીત પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોની રાડ ફાટી જાય તેવી સ્થિતિ હતી.બાપ દિકરાને પાણી પીવડાવવા તૈયાર નહોતો ત્યારે કોરોના વોરિયર્સને દિલથી સલામ કરવાનું અચૂક મન થઇ ઉઠે...

એમણે જૂનો કિસ્સો યાદ કરતા હાજર જનમેદનીને રમૂજ કરતા જણાવ્યું કે, અમારા સમયમાં મુંબઇ, સુરત કે અમદાવાદ મીલમાં કામ કરતા કામદાર અમારા ગામમાં આવે તો એ મુખ્ય મહેમાન ગણાતા અને અડધુ ગામ એમની આગળ પાછળ ફરતુ પણ કોરોનાના કપરા કાળમાં જો કોઈ બહારગામથી આવુ મહેમાન આવે તો ગામ લોકો એમની આગળ-પાછળ ફરવાના બદલે પોલીસને ફોન કરતા કે આ ભાઇ બહારગામથી આવ્યો છે.. અમને એમને કોરોના હોવાનો શક છે ને પોલીસ તપાસમાં આવતી.

અન્ય સમાચારો પણ છે...