રૂપિયા ન ચૂકવવા બાબતે હુમલો:લીંબડીના સરોવરીયા હનુમાન ચોકમાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી બે વેપારીઓને છરીના ઘા ઝીંક્યા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
લીંબડીના સરોવરીયા હનુમાન ચોકમાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી બે વેપારીઓને છરીના ઘા ઝીંક્યા
  • દુકાનમાંથી ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવવા બાબતે ઝઘડો કરી છરીના ઘા ઝીંક્યા
  • અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતાં એક વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને પ્રથમ લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સરોવરીયા હનુમાન ચોકમાં ધોળા દિવસે બે યુવાન વેપારીઓ પર છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતાં એક વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત વેપારીઓને પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મુખ્ય બજારમાં ધોળા દિવસે વેપારીઓ પર છરી વડે હુમલાના બનવાથી વેપારીઓમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સરોવરીયા હનુમાન ચોકમાં ધોળા દિવસે બે યુવાન વેપારીઓ પર છરી વડે હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેથી લીંબડીમાં કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

લીંબડીમાં વેપારીની દુકાનમાંથી ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવવા બાબતે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. જેમાં અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા એક વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત વેપારીઓને પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

લીંબડીમાં ધોળા દિવસે બે વેપારીઓ પર છરી વડે કરાયેલા હિંચકારા હુમલા બાદ હુમલાખોરો હુમલો કરી ગણતરીની મિનિટિમાં ફરાર થઇ જવામાં સફળ થયા હતા. આ ચકચારી ઘટના બાદ વેપારીઓમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સરોવરીયા હનુમાન ચોકમાં ધોળા દિવસે બે યુવાન વેપારીઓ પર છરી વડે હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...