પીજીવીસીએલની ટીમ પર પથ્થરમારો:લીંબડીના ઘાઘરેટીયા ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના ઘાઘરેટીયા ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો - Divya Bhaskar
લીંબડીના ઘાઘરેટીયા ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો
  • ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા, સદનસીબે કોઈ કર્મચારીને ઇજા ન થઈ
  • લીંબડી પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડીના ઘાઘરેટીયા ગામે પીજીવીસીએલ ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે વીજ ચોરીના બનાવો વધી જવા પામ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાઘરેટીયા ગામે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પીજીવીસીએલની ટીમ ઉપર પથ્થરથી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પી.જી.વી.સી.એલ.ની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ કર્મચારીઓને ઇજાઓ થઇ નહોતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.જી.વી.સી.એલ. કર્મચારીઓ ઉપર હુમલાનો ફરી એક વખત બનાવ સામે આવ્યો છે. આ પહેલા પણ રાણાગઢ ગામમાં પીજીવીસીએલની ટીમ પર હુમલાનો બનાવ બન્યો હતો. ત્યારે આ કિસ્સામાં અજાણ્યા શખ્સો સામે લીંબડી પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...