તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઇટ ટુ એજ્યુકેશન:આરટીઈ હેઠળ 1137ની ક્ષમતા સામે 4190 અરજી આવી, 3068 મંજૂર કરાઈ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કારણોસર 736 અરજી રદ, વિદ્યાર્થીઓને બીજી તક અપાશે
  • 386 સક્ષમ પરિવારની અરજી નામંજૂર થઈ : 1930 વિદ્યાર્થીને મેરિટના આધારે પ્રવેશ

ગરીબ અને ખરેખર જરૂરિયાતવાળા બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાના જીવનનું ઘડતર કરી શકે તે માટે સરકારે રાઇટ ટુ એજ્યુકેશનની યોજના અંતર્ગત ધો.1માં પ્રવેશ આપવામાં આવે છે. જિલ્લામાં આ વર્ષે આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા માટે કુલ 4190 લાભાર્થીઓએ અરજી કરી હતી જે પૈકી 3068 વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરાઈ છે. વિવિધ કારણોસર 736 અરજી રદ કરાઈ છે. જ્યારે 386 સક્ષમ પરિવારની અરજી નામંજૂર કરાઈ છે. 1930 વિદ્યાર્થીને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

બીજી બાજુ જિલ્લામાં 1137 વિધાર્થીઓને જ પ્રવેશ આપવાની ક્ષમતા હોય બાકીના વિધાર્થીઓને યોજનાના મેરીટ મુજબ પ્રાયોરીટી આપીને પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણના આજના યુગામાં બાળકોનો પાયો મજુબત હોવો ખુબ જ જરૂરી છે.પરંતુ ઘણા એવા વિધાર્થીઓ હોય છે કે જે અભ્યાસમાં તેજસ્વી હોય છે.પરંતુ કુટુંબની આર્થીક સ્થી સારી ન હોય કે અન્ય કોઇ કારણોથી સારી સ્કુલમાં એડમિશન મેળવી શકતા નથી.આવા વિધાર્થીઓ માટે સરકારે રાઇટ ટુ એજયુકેશન ની યોજના અમલી બનાવી વિધાર્થીઓને ધો.1માં પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના માં પ્રવેશ મેળવનાર બાળકને ફી ભરવાની રહેતી નથી. તેનો ફીનો ખર્ચ સરકાર ભોગવતી હોય છે.

વર્તમાન સમયે જિલ્લામાં આરટીઇ યોજના અંતર્ગત વિધાર્થીઓને ધો.1 માં પ્રવેશ આપવાની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે.ત્યારે આ આરટીઇની એડમીશન પ્રક્રીયા તા.25-6-21થી શરૂ થઇ તા.5-6-21ના રોજ પુર્ણ થઇ હતી.આ યોજનાનો લાભ લેવા માટે કુલ 4190 વિધાર્થીઓએ અરજી કરી હતી. જેની ચકાસણી કરવામાં આવતા સંપુર્ણ વિગતો સાથેની 3068 અરજી માન્ય રાખવામાં આવી છે. જયારે અપુરતા ડોકયુમેન્ટ, ફોર્મ ભરવામાં ભૂલ કરી હોય કે અન્ય કારણો સર 736 અરજી રિજેક્ટ કરવામાં આવી છે. જયારે ખરેખર લાભ મળવા લાયક ન હોય તેવી 386 અરજી કેન્સલ કરવામાં આવી છે.

અહીયા મહત્વની બાબત એ છે કે જિલ્લામાં આરટીઇ યોજના અંતર્ગત 1137 વિધાર્થીઓને જ પ્રવેશ આપવાનો છે. જયારે 3068 અરજી હાલના સમયે માન્ય રહી છે. તો જે અરજી માન્ય રહી છે તેમાં પણ ખરેખર સાચા લાભાર્થીને જ પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે.

ફોર્મ રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી ચાન્સ આપવા માટેના પ્રયાસ ચાલુ છે
ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર આ યોજનાનો લાભ લેવા માટેના સાચા હકદાર છે. પરંતુ કોઇ કારણોસર તેમના ફોર્મ રિજેક્ટ થયા છે. આવા વિદ્યાર્થીઓને પણ લાભ મળે તે માટે તેમને ફરીથી ઓફલાઇન ફોર્મ ભરવાની તક આપવા માટે વિચારણા ચાલુ છે. > મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

1 કિમીની ત્રિજ્યામાં એડમિશન આપવા પ્રયાસ
આરટીઇ અંતર્ગત ધો.1માં પ્રવેશ મેળવનાર બાળકને શાળાનો પાડોશનો વિસ્તાર મુ઼જબ એડમિશન અપાય છે. જેમાં પ્રથમ 1 કિમી ત્રીજ્યાવર્તી અંતર જો 1 કિમી ત્રિજ્યાવર્તીમાં પર્યાપ્ત શાળા ઉપલબ્ધ ન હોય તો 3 કિમી સુધીનું અંતર ધ્યાને લેવાય છે. જો 3 કિમી અંતરમાં પર્યાપ્ત શાળા ઉપલબ્ધ ન હોય તો 6 કિમી સુધીનું અંતર ધ્યાને લેવાય છે. મહતમ 6 કિમી સુધી એડમિશનના પ્રયાસ હાથ ધરાય છે.

આ બાબતો મહત્ત્વની
આરટીઇ યોજના હેઠળ ધો.1માં બાળકોને અગ્રતા ક્રમ આપવામાં આવતો હોય છે. જેમાં અનાથ બાળક, સંભાળ, સંરક્ષણની જરૂરવાળું બાળક, બાલગૃહના બાળક, બાળમજૂર-સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ, શારીરિક દિવ્યાંગતા વાળા બાળક, એઆરટીની સારવાર લેતા બાળકો, એકમાત્ર સંતાન દિકરી જ હોય, સરકારની આંગણવાડીના બાળકો, બીપીએલ કુટુંબના બાળકો, એસસી-એસટી કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના વિચરતિ વિમુક્ત જાતિના બાળકો, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને એડમિશનના પ્રયાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...