તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં લાઇન લીકેજથી પાણીનો બેફામ વેડફાટ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીયુડીસી દ્વારા કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં
  • અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી થતી નથી : રહીશો

સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1માં આવેલા લક્ષ્મીપરા વિસ્તારની શેરી નંબર 1માં પાણીની લાઇનમાં વારંવાર લીકેજ સર્જાતા પાણીનો વેડફાટ થવાની સાથે પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે તંત્ર કોઇ કાર્યવાહી કરતું ન હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા રૂપિયા 57 કરોડથી વધુના ખર્ચે પાણીની નવી લાઇન નાંખવામાં આવી છે પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ પણ જાણે પાણીમાં વહી ગયો હોય તેમ છાસવારે લાઇન લીકેજની સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ લક્ષ્મીપરા વિસ્તારની શેરી નંબર 1 માં પાંચથી છ જગ્યાઓ પર પાણીની લાઇન લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બીજી તરફ પાણી રસ્તા પર ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિકોએ તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે તંત્ર દ્વારા લોકોની હાલાકીને ધ્યાને લઇ તેમજ શુધ્ધ પાણીનો બગાડ અટકાવવા વહેલીતકે સમારકામ કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો