ચૂંટણીનો ત્રિ-પાંખીયો જંગ:મોરબીની ટંકારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને નિવૃત્ત શિક્ષક મેદાનમાં, ઉમેદવારો અને સમર્થકોનો પ્રચાર ચરમસીમાએ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીની ટંકારા ગ્રામ પંચાયતી ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને નિવૃત્ત શિક્ષક મેદાનમાં - Divya Bhaskar
મોરબીની ટંકારા ગ્રામ પંચાયતી ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને નિવૃત્ત શિક્ષક મેદાનમાં
  • સરપંચ બનવા ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા
  • ટંકારા ગ્રામ પંચાયતના મતદારોમાં સૌથી વધુ 2 હજાર 250 જેટલા પાટીદારો
  • સગા કાકા–ભત્રીજા ચુનાવી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણ ગરમાયું

મતદાન દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તાલુકાની સૌથી મોટી 9 હજારથી વધુ મતદારો ધરાવતી ટંકારા ગ્રામ પંચાયતમાં કુલ 14 વોર્ડનો સમાવેશ થાય છે. ત્યાં સરપંચ બનવા ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા છે. ટંકારા પંચાયતની ચૂંટણી જ્ઞાતિવાદ, કરેલા કામ અને નામને આધારે લડાતી આવી છે. એ જ રીતે આ વખતની ચુંટણી પણ લડાઈ રહી છે. ત્યારે આ વખતે સગા કાકા–ભત્રીજા અને નિવૃત્ત શિક્ષક ચુનાવી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ટંકારામાં કુલ 9 હજારથી વધુ મતદારો

મોરબી જિલ્લાની સૌથી મોટી એવી ટંકારા ગ્રામ પંચાયતના મતદારોમાં સૌથી વધુ 2250 જેટલા પાટીદાર, 2000 જેટલા મુસ્લિમ, 1130 દેવીપુજક, 500 ભરવાડ, 500 અનુ. જાતિ, 400 કોળી ઠાકોર, ઉપરાંત લોહાણા, સોની, બ્રાહ્મણ, વાણીયા, સુથાર, લુહાર, સાધુ, ગઢવી, રબારી, કડિયા કુંભાર, દરબાર, મોચી, વાણંદ અને ખત્રી સહિતના 2000 મતદારો અને એ ઉપરાંત પણ 250 જેટલા જુદા જુદા સમાજના મતદારો મળીને કુલ 9 હજારથી વધુ મતદારો છે.

કાકા-ભત્રીજા મેદાનમાં ઉતર્યા

આ ટર્મમાં ટંકારા પંથકમાં પ્રખ્યાત પૂર્વ સરપંચ છાપરી વાળા ઈશાબાપાના પુત્ર હબીબ ઈશા સરપંચ પદ માટે મેદાનમાં છે. તો એ જ કુટુંબના ઈશાબાપાના પૌત્ર તથા માજી સરપંચ ઈભુભાઈના પુત્ર યુવા એડવોકેટ સિરાઝ અબ્રાણી પણ સરપંચ તરીકે ઉમેદવારી કરતા કાકો-ભત્રીજો મેદાનમાં ઉતર્યા છે. તો સામે પાટીદાર સમાજમાંથી નિવૃત શિક્ષક ગોરધનભાઈ ખોખાણી ચૂંટણી લડી રહ્યાં છે. જેથી ખરાખરીનો ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે.

ટંકારામાં ઘણા દાયકાઓ સુધી સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ વાઘજી બોડાના નેજા હેઠળ ચુનાવ થતો આવ્યો છે. જેના આશિર્વાદથી કાનાભાઇ સરપંચ અને તેમના પત્ની બે ટર્મ ચુંટાયેલા છે. જે આ વખતે ચુંટણીના રણમેદાનમા ઉતર્યા નથી. પરંતુ તેમના સાથી મિત્રો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. જેથી ટંકારામાં ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...