જીવલેણ અકસ્માત:રાજકોટથી લસણની બોરી ભરી નિકળેલા ધોળકા પંથકના બે યુવકોને ટેન્કરે અડફેટે લીધા, ગંભીર ઈજા પહોંચતા મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળકા તાલુકાના કોઠ ગામના 2 વ્યકિત બોલેરો ગાડીમાં રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા આવી રહ્યા હતા, ત્યારે ભમાસરા ગામ પાસે ગાડીના દોરડાના બંધ ચેક કરતા હતા, આ દરમિયાન કોઇ અજાણ્યા ટેન્કર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ગાડીને અને બંને વ્યકિતને પાછળથી ટક્કર મારી હતી જે બાદ નાસી છૂટયો હતો. આ અકસ્માતમાં બંને વ્યક્તિને શરીરે ઇજા થતા સ્થળ ઉપર જ મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલા પશુ દવાખાના પાસે રહેતાં નરેન્દ્રભાઇ મોબતસંગ પરમારે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અમારી બાજુમાં રહેતા અનિલભાઈ અરવિંદભાઇ બેલદાર તેમની મહિન્દ્રા બોલેરો પીકઅપ લોડીંગ ગાડી લઇને સામાન ભરવા જતા હોવાથી અને મારા પિતા મોબતસંગ ધુધાભાઇ પરમાર કંપનીમા રજા હોવાથી મારા પિતા તેઓની સાથે વહેલી સવારે 5 વાગ્યે બોલેરોમાં બેસીને ગયા હતા.
​​​​​​​ગાડીમાં બાંધેલા દોરડાને ચેક કરતા તા અને ટેન્કરે ટક્કર મારી
​​​​​​​
વહેલી સવારના અનિલભાઇ બેલદારનાં મમ્મી અમારા ઘરે આવીને કહ્યું કે, મારા મોબાઇલ ફોનમાં કોઇ ભાઇનો ફોન આવ્યો હતો અને ફોનમાં મારો દિકરો અનિલે કહ્યું કે, હું તથા મોબતસંગ બંને જણા મારી બોલેરો લઇને વોડાફોનનો સામાન ભરીને પોરબંદર ગયેલા અને પાછા આવતી વખતે રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા ખાલી કરવાનું હોવાથી બાવળા જતા હતા. તે વખતે ભામસરા ગામનો બ્રીજ વટાવી થોડે આગળ બોલેરોમાં ભરેલી લસણની બોરીઓને બાંધેલા દોરડાના બંધ ચેક કરવા માટે બોલેરો રોડની સાઇડમાં ઉભી રાખીને બંન્ને જણા નીચે ઉતરી દોરડાના બંધ ચેક કરતાં હતા. તે વખતે વહેલી સવારે સાડા 4 વાગ્યે બગોદરા તરફથી 1 ટેન્કર સ્પીડમાં આવીને અમારી બોલેરોને ટક્કર મારી અમને અડફેટમાં લઈ એકસીડન્ટ કરીને ટેન્કરનો ડ્રાઇવર ટેન્કર લઇ બાવળા તરફ જતો રહ્યો હતો.
પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી
અકસ્માતમાં બંનેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થવા પામી હતી. મોબતસંગ બેભાન થઈ ગયા હતા. જેથી કોઈએ 108ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. 108ના ફરજ ઉપરનાં ડોકટરે બંનેને મરણ થયું હોવાનું જણાવ્યું હતું. જેથી બંનેની લાશોને બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને બગોદરા પોલીસમાં અજાણ્યા ટેન્કરનાં ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ. કરાવીને નાશી છૂટેલા ટેન્કર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...