અકસ્માત:લીંબડી-સાયલા હાઈવે પર ડમ્પરની અડફેટ આવી જતા બાઈક સવાર બે યુવાનોના મોત

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું
  • આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે. ગઈકાલે હજુ ત્રણના મોત નિપજ્યા છે, ત્યારે આજે ફરીવાર બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.

હાઇવે પર વધતા જતા બનાવો ચિંતાજનક
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે. આમ છતાં પણ પોલીસ તંત્ર તેમજ આરટીઓ શાખા અને મામલતદાર સહિતની શાખાઓ નિષ્ફળ રહી હોવાનું હાલમાં સરેઆમ જોવા મળી રહ્યું છે.

સાયલા-લીંબડી હાઇવે ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો
હજુ ગઈકાલે જ લીંબડી હાઇવે ઉપર ત્રણના મોત નિપજાવનાર ડમ્પરના અકસ્માતને ગણતરીના જ કલાકો વિત્યા છે ત્યાં વળી સાયલા લીંબડી હાઇવે ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવાનને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં જાણકાર વર્તુળો પાસે જાણવા મળતી વિગતો અનુસાર સાયલા-લીંબડી હાઇવે ઉપર વહેલી સવારના બાઈક ઉપર ત્રિપલ સવારી ત્રણ યુવાનો જઈ રહ્યા હતા.

બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળ્યું
ડમ્પરના ચાલકે બાઈકને લેતા ઘટના સ્થળ ઉપર બે યુવાનોના મોત નીપજ્યા છે. તાત્કાલિક અસરે આ ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર હાલમાં તો પોલીસ દોડી ગઈ છે. પરંતુ ડમ્પરનો ચાલક પણ અકસ્માત સર્જી અને નાસી ગયો છે. હાલમાં આ નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...