એકને બચાવવા જતાં બીજો પણ મોતને ભેટ્યો:પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં ટાંકીમાં ઉતરેલા બે મજૂરોને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • એકને બચાવવા જતાં બીજો મજૂર પણ ટાંકીમાં ઉતરતાં બંનેનું ગુંગળાઇ જવાથી મોત
  • કેમિકલ ફેક્ટરી હોવાથી ગેસ નીકળ્યો હોવાથી ગુંગળામણ થઇ હોવાની સંભાવના
  • પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની લાશને પીએમ માટે પાટડી હોસ્પિટલ મોકલી આપી

પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં ગુંગળાઇ જવાથી બે મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ-ગોધરાના બે મજૂરો પૈકીનો એક મજૂર આ કેમિકલ ફેક્ટરીમાં ટાંકીમાં ઉતરતાં તેનું ગુંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું. ઉપરાંત આ મજૂરને બચાવવા જતા બીજો મજૂર પણ ટાંકીમાં ઉતરતાં બંને મજૂરોનું ગુંગળાઇ જવાથી કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

ટાંકીમાં ઉતરેલા મજૂરોનું ગુંગળાઇ જવાથી મોત
ટાંકીમાં ઉતરેલા મજૂરોનું ગુંગળાઇ જવાથી મોત

આ ગોઝારી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા બંનેની લાશોને ટાંકામાંથી બહાર કઢાઇ હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

ઘાસપુર ખાતેની કેમિકલ ફેક્ટરી
ઘાસપુર ખાતેની કેમિકલ ફેક્ટરી

જો કે કેમિકલ ફેક્ટરી હોવાના કારણે અંદર ગેસ ઉત્પન્ન થયો હોવાના લીધે ગુંગળામણ થવાથી આ બેઉનું મોત નીપજ્યું હોવાની સંભાવના પીએસઆઇએ સેવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.

મૃતકોની લાશને પાટડી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ
મૃતકોની લાશને પાટડી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ

મૃતક મજૂરોનાં નામ

1) હરેશભાઇ વિરસીંગભાઇ ડામોર ( ઉંમર વર્ષ- 38), રહે - સાચકપુર, તા - રંધીકપુર, જિલ્લો - દાહોદ 2) સંજય નરપતભાઇ ડામોર ( ઉંમર વર્ષ- 20), રહે - સાચકપુર, તા - રંધીકપુર, જિલ્લો - દાહોદ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે
ઘટના અંગે ફેક્ટરીના મેનેજરને જાણ કર્યા બાદ બંને મૃતકના પાટડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યા છે. આ બંને મજૂરોના મોત ઝેરી કેમિકલની અસરથી થયા છે કે કેમ એ તો પોસ્ટ મોર્ટમ બાદ જ સાચો ખ્યાલ આવશે. હાલતો આ ઘટનામાં અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. - ડી.જે.ઝાલા, પીએસઆઇ, પાટડી

અન્ય સમાચારો પણ છે...