ત્રિપલ અકસ્માત:લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક અને એક આઇશર ધડાકાભેર ટકરાયા, અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક અને એક આઇશર ધડાકાભેર ટકરાયા, અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી
  • ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માત ઝોન તરીકે પ્રચલિત લીંબડી-રાજકોટ હાઇવે પર વધુ એક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત ઝોન તરીકે પ્રચલિત લીંબડી-રાજકોટ હાઇવે પર અવાર નવાર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો કાળનો કોળીયો બને છે. આજે વહેલી સવારે જ લીંબડી-રાજકોટ હાઇવે પર જોરદાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી નહોંતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી-રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સ્થળેથી અકસ્માત થયેલા વાહનોને દૂર ખસેડતા 2-3 કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...