કાર્યવાહી:હળવદમાં કોવિડના જાહેરનામા ભંગ બદલ બે રીક્ષા ચાલક દંડાયા

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં કોવિડના જાહેરનામા ભંગ બદલ બે રીક્ષા ચાલક દંડાયા - Divya Bhaskar
હળવદમાં કોવિડના જાહેરનામા ભંગ બદલ બે રીક્ષા ચાલક દંડાયા
  • રિક્ષામાં ખીચો ખીચ પેસેન્જરો બેસાડતા પોલીસે અટકાયત કરી

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમ છતાં સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. જેને લઈ હવે પોલીસ કોવિડ ગાઈડલાઈનના પાલન માટે મેદાનમાં આવી છે. જે અન્વયે ગઈકાલે હળવદ પોલીસે બે રીક્ષા ચાલક સામે કાર્યવાહી કરી હતી. રીક્ષામાં પેસેન્જરને ખીચો ખીચ બેસાડી બેસાડતા ચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભર્યા હતા.

હળવદ પોલીસે ગઈકાલે બસસ્ટેન્ડ રોડ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન રિક્ષામાં ખીચોખીચ પેસેન્જર ભરીને નીકળેલા વિપુલ સતાભાઇ હાડગડા અને મેહુલ ગોવિંદભાઇ લામકા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બન્નેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...