શિકારી ઝડપાયા:ચોટીલાના હિરાસર ગામે બે શિકારી સસલાનો શિકાર કરે તે પહેલા જ વનવિભાગે પકડી પાડ્યા

સુરેન્દ્રનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના હિરાસર ગામે બે શિકારી શિકાર કરે તે પહેલાં વન્ય વિભાગે ઝડપી લીધા હતા. જેમાં હિરાસર ગામે શિકારની પ્રવૃતિ કરતા બે શખ્સોને પકડી ફોરેસ્ટ વિભાગ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના વન્ય અધિકારીની સુચનાથી તાલુકા આર.એફ.ઓ.- એન.પી.રોજસરાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ કર્મી બી.બી.ખાચર સહિતની ટીમ દ્વારા ખાનગી માહિતીને આધારે ઓપરેશન ગોઠવી હિરાસર ગામની સીમ વિસ્તારમા સસલાના શિકારની પ્રવૃતિ કરતા સાડમીયા વિપુલભાઇ બાઘુભાઇ તેમજ સાડમીયા બાઘુભાઇ રવજીભાઇને પકડી પાડવામાં આવ્યા હતા. અને પકડાયેલા બંન્ને આરોપીઓ પાસેથી સસલાને ફસાવવા માટેની જાળ અને મહિટા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેઓની સામે વન્ય કાયદા મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...