અકસ્માત:મોરબીના ટંકારામાં લતીપર રોડ પર અચાનક નિલગાય આવી જતાં કાર ફંગોળાઇ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીના ટંકારામાં લતીપર રોડ પર અચાનક નિલગાય આવી જતાં કાર ફંગોળાઇ - Divya Bhaskar
મોરબીના ટંકારામાં લતીપર રોડ પર અચાનક નિલગાય આવી જતાં કાર ફંગોળાઇ
  • જામનગર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો
  • સદનસીબે કારમાં બેઠેલા બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો

મોરબીના ટંકારાથી જામનગર તરફના લતીપર રોડ ઉપર નિલગાય આડી ઉતરતા જામનગર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે કારમાં બેઠેલા બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી જામનગર તરફના લતીપર રોડ ઉપર નિલગાય આડી ઉતરતા જામનગર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. જોકે, કારની એર બેગ ખુલી જતા કારમા સવાર બન્ને વ્યક્તિઓનો જીવ બચી ગયો હતો. પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે આ કારને ભારે નુકશાન થયું હતું.

આ બનાવને પગલે લોકો દોડી ગયા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને જરૂરી મદદ કરી હતી. જ્યારે રોઝડાને પણ ઇજા થતાં તેમની મદદે પણ સ્થાનીક લોકો દોડી ગયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...