અકસ્માત:સાયલા પાસે કારની અડફેટે બાઇક સવાર મૂળીના ઉપસરપંચનું મોત, કારમાં સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલા પાસે કારની અડફેટે બાઇક સવાર મૂળીના ઉપસરપંચનું મોત - Divya Bhaskar
સાયલા પાસે કારની અડફેટે બાઇક સવાર મૂળીના ઉપસરપંચનું મોત
  • કારચાલકે કાબૂ ગુમાવીને બાઈક લઇને જતા ઉપસરપંચને અડફેટે લીધા
  • ઉપસરપંચની સ્મશાનયાત્રામાં પણ મોટીસંખ્યામાં ગામલોકો જોડાયા
  • કારમાં સવાર બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચતાં હોસ્પિટલે લઇ જવાયા

મૂળી હાઇવે પર અવાર નવાર અકસ્માતનાં બનાવો બને છે, ત્યારે સાયલા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. જ્યાં આગળ તેમનું મોત નીપજ્યું હતું.

મૂળી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ટેમુભા જુવાનસિંહ પરમાર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે પેટ્રોલપંપ પાસે કારચાલકે કાબૂ ગુમાવીને બાઈક લઇને જતા ટેમુભાને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આગળ તેમનું કરૂણ મોત નિપજયું હતું. જ્યારે કારમાં સવાર 2 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મૂળી 108ના જુલા ખોરાણી તેમજ ગિરિરાજ ઝાલા દ્વારા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતનાં કારણે ટ્રાફિક થતા હર્ષરાજ ઝાલા તેમજ રાયસંગભાઈ સહિતના લોકોએ ઘટના સ્થળે જઇ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

નોંધનીય છે કે મૃત્યુ પામનારા ટેમુભા જુવાનસિંહ મૂળી ગ્રામ પંચાયતના ઉપસરપંચ હતા. જેથી આ અકસ્માતની જાણ થતાં રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. આજે મંગળવારે તેમની સ્મશાનયાત્રામાં પણ મોટીસંખ્યામાં ગામલોકો જોડાયા હતા. જેના પગલે આજે મૂળીમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...