તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ દોદરકોઠા પાસેથી પોલીસે બાઇક લઇને પસાર થતા 2ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દેશી 32,900ની મત્તા જપ્ત કરાઇ હતી.પીએસઆઇ ડી.ડી.ચુડાસમાનાં માર્ગદર્શન અને બાતમીના આધારે વઢવાણના માર્ગો પર વોચ ગોઠવી હતી. આ સમયે વઢવાણ દોદરકોઠા પાસેથી બાઇક લઇને પસાર થતા બે શખ્સોને અટકાવીને તલાસી લેતા તેમની પાસેથી રૂ. 2400ની કિંમતનો 120 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ શખ્સોની પુછપરછ કરતા સુરેન્દ્રનગર ટાવર પાસે મીયાણાવાડ શેરી-2 માં રહેતા આરીફભાઇ સાઉદીનભાઇ જામ અને સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ પાસે સુધારાવાડમાં રહેતા ઇરફાનભાઇ સલીમભાઇ જામ હોવાનુ જણાવ્યુ હતુ.
આ દરોડામાં પી.જી.ઝાલા, આર.જે.ડોડિયા, વી.એન. કાઠિયા, વી.એમ.રથવી, ડી.સી.કમેજળીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. બીજી તરફ આ બંને શખ્સોને દારૂનો જથ્થો રતનપરના અમીનાબેન સુલેમાનભાઇએ આપ્યો હોવાનુ ખુલ્યુ હતુ. આથી દારૂ, રૂ.30,000નુ બાઇક અને રૂ.500ના મોબાઇલ સહિત રૂ.32,900નો મુદામાલ જપ્ત કરી 3 શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.