ગઠિયાઓની ગુંડાગીરી:હળવદની સરા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન કાર અટકાવતાં બે શખ્સોએ ધમાલ મચાવી, પોલીસનો કાંઠલો પકડી લેતાં ફરિયાદ નોંધાઇ

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદની સરા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન કાર અટકાવતાં બે શખ્સોએ ધમાલ મચાવી - Divya Bhaskar
હળવદની સરા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન કાર અટકાવતાં બે શખ્સોએ ધમાલ મચાવી
  • પોલીસ જવાનનો કાંઠલો પકડી લેવા મામલે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઇ

ગઇકાલે રવિવારે મોડી રાત્રીના સમયે હળવદ પોલીસ ટીમ દ્વારા સરા ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન એક કારને અટકાવવામાં આવી હતી. તેમજ તેને ચેક કરવાનું કહેતાં બે શખ્સોએ ધમાલ મચાવી પોલીસ જવાનનો કાંઠલો પકડી લેતા બનાવ મામલે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રી દરમિયાન હળવદ પોલીસ ટીમ સરા ચોકડીએ વાહન ચેકીંગમાં કાર્યરત હતી. ત્યારે પોલીસ જવાન વિનોદભાઈ છગનભાઇ ચાવડાએ કાર લઈને પસાર થઈ રહેલા આરોપી જયદિપસિંહ મહાવિરસિહ ઝાલા તેમજ આરોપી શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની કાર અટકાવી કાર ચેક કરવા કહ્યું હતું.

રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ પોલીસ જવાન દ્વારા કાર અટકાવી ચેકીંગ કરવાનું કહેતાં જ બંન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈનો કાંઠલો પકડી તમે અમારી ગાડી કેમ ચેક કરો છો? કહી બોલાચાલી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવને પગલે પોલીસ જવાને બંન્ને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ 186, 504, 114 મુજબ ગુનો નોંધી બંન્ને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...