સામાન્ય બાબતે ફાયરિંગ:પાટડીના અખિયાણા ગામે બાઈક અડી જવા બાબતે બોલાચાલી કરી બે શખ્સોએ ફાયરિંગ કર્યું, એક વ્યકિત ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના અખિયાણા ગામે બાઈક અડી જવા બાબતે બોલાચાલી કરી બે શખ્સોએ ફાયરિંગ કર્યું - Divya Bhaskar
પાટડીના અખિયાણા ગામે બાઈક અડી જવા બાબતે બોલાચાલી કરી બે શખ્સોએ ફાયરિંગ કર્યું
  • પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથક વિસ્તારમાં આવતા અખિયાણા ગામે બાઇક અડી જવા જેવી સામાન્ય બાબતે થયેલ બોલાચાલીના ઝઘડામાં ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી. જેમાં ફાયરીંગ થતા અફરા-તફરી મચી જવા પામી હતી. સામ-સામેના ઝઘડામાં એક વ્યક્તિને સાથળના ભાગે ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલ તથા ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. ફાયરિંગના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જવા પામી હતી.

પાટડી તાલુકાના અખીયાણા ગામે યુનુશખાન રસુલખાન મોટી બંદૂક અને અસ્લમખાન મહમદખાનને નાની બંદૂક વડે અખીયાણા ગામના અકબરખાન ભાણજીખાન જતમલેકના ઘરની બહાર સામાન્ય બાબતે ફાયરિંગ કરતા એ સમયે રસ્તામાં નીકળેલા બિસ્મિલાખાન રહેમતખાન જતમલેકને એક ગોળી જમણા પગના સાથળમાં વાગી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલ તથા ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ફાયરીંગની ઘટના બાદ ખુદ ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા, બજાણા ઇન્ચાર્જ પી.એસ.આઇ. ડી.જે.ઝાલા, ઝીંઝુવાડા પી.એસ.આઇ વી.પી.મલ્હોત્રા સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...