તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:ધ્રાંગધ્રામાં દુકાનેથી ઘરે આવતાં વેપારીને આંતરીને બે શખ્સો પૈસા ભરેલો થેલો લઇને ફરાર, ઘટના CCTVમાં કેદ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
ધ્રાંગધ્રામાં દુકાનેથી ઘરે આવતાં વેપારીને આંતરીને બે શખ્સો પૈસા ભરેલો થેલો લઇને ફરાર, ઘટના CCTVમાં કેદ
  • વૃંદાવન સોસાયટી નજીક બાઇક પર બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી પૈસાનો થેલો લઈ ગાયબ
  • વેપારીએ બે અજાણ્યા બાઇક સવાર સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

ધ્રાંગધ્રાના વેપારી ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ થેલામાં રાખી નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી રૂપિયાનો થેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. વેપારીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ધ્રાંગધ્રાના વેપારી અનિલભાઈ મહેતા કિરાણા સ્ટોરની હોલસેલની દુકાન ચલાવે છે. દુકાનમાં તેમની સાથે તેમનો દીકરો ભાવિન અને ધંધામાં મદદરૂપ થવા માટે કુલ 4 માણસોને કામે રાખ્યા છે. અનિલભાઈ દરરોજ સવારે નવ વાગ્યે દુકાન ખોલતા અને સાંજે સાડા સાત વાગ્યાના સમયે દુકાન બંધ કર્યા બાદ મયુરનગરમાં રહેતા તેમના વર્કર કરમણભાઈ ભરવાડને વચ્ચે ઉતારી ઘરે પરત ફરતાં હતા. આમ ધંધામાં તેમને રોજનો આશરે 1-2 લાખનો વેપાર થતો.

ગત સોમવારના રોજ સાંજના આઠેક વાગ્યે અનિલભાઈ વેપાર ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ લઈને નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને પોતાની એક્ટિવા મારફતે ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે 2.50 લાખ રોકડ રૂપિયા અને દુકાનના હિસાબી ચોપડા એક થેલામાં રાખી એક્ટિવાની આગળ ધેલો મૂકી ઘરે નીકળ્યાં હતાં.

રસ્તામાં મયુરનગર સોસાયટી આવતાં કરમણભાઈને ઉતારી તેમણે ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે તેમની સોસાયટી તરફ ગટરલાઈનનું કામ ચાલતું હોવાથી નજીકની વૃંદાવન સોસાયટી થઈ તેઓ ઘરે જતા રસ્તામાં એક સ્પ્લેન્ડર પર બે શખ્સો આવી અનિલભાઈની એક્ટિવા ઉભી રાખી હતી. ત્યારબાદ સ્પ્લેન્ડર પરથી એક શખ્સ આવી અનિલભાઈની એક્ટિવા આગળ રાખેલો થેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. પછી, અનિલભાઈએ તેમના દીકરા અને ભત્રીજાને ફોન કરીને જાણ કરતાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ચોરી અને લૂંટફાટ જેવી ગંભીર ઘટનાઓ ને ગણતરીનાં કલાકોમાં ઉકેલી નાખતી સીટી પોલીસ માટે હાલ આ બ્લાઇન્ડ કેસ જેવું લાગી રહ્યું છે, વધુ cvtv અને સ્પષ્ટ ચિત્ર જ ગુન્હેગારો સુધી લઇ જવામાં સરળ બની શકશે એમ હાલ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...