સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પાટડીમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર એલસીબીએ રોકડા અને બે મોબાઇલ મળી રૂ. 11,500નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ આરોપીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે દરોડો પાડી સલીમ ઉર્ફે ચતુર દાવલભાઇ સૈયદ ( રહે- વાસુરિયાવાસ-પાટડી )ના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમાડતા સલીમ ઉર્ફે ચતુર દાવલભાઇ સૈયદ ( રહે- વાસુરિયાવાસ-પાટડી ) અને કપીલ વિરમભાઇ પ્રજાપતિ ( રહે-આંબલી બજાર, પાટડી )ને વરલી મટકાના સાહિત્ય સહિત રોકડા રૂ. 10,500, તથા મોબાઇલ નંગ- 2, કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 11,500ના મુદામાલ સાથે ઝબ્બે કર્યા હતા.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીઓની સઘન પુછપરછ કરતા આ વરલી મટકાના જુગારનું કટીંગ રવિભાઇ રહે-સુરેન્દ્રનગરવાળાને કરતા હોવાનું આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાટડી પોલિસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પી.આઇ. એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, દશરથસિંહ, નિકુલસિંહ, અજયસિંહ, દિલીપભાઇ, સંજયભાઇ અને અનિરુદ્ધસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.