તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારો અકસ્માત:ધ્રાંગધ્રામાં મિત્રની બહેનના લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોના મોત, ત્રણ સવારી બાઇક બંધ ટ્રકમાં ઘૂસી ગયું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં મિત્રની બહેનના લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોના મોત, ત્રણ સવારી બાઇક બંધ ટ્રકમાં ઘૂસી ગયું - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં મિત્રની બહેનના લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોના મોત, ત્રણ સવારી બાઇક બંધ ટ્રકમાં ઘૂસી ગયું
  • અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા એક ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહિલુહાણ હાલતમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માત ઝોન તરીકે પ્રચલિત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક વાહનચાલકોના અકાળે મોત નિપજવાની ઘટના સામે આવે છે. આજે મોડી સાંજે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ધ્રાંગધ્રાના રાજગઢ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં વિરમગામના અલ્પેશ નાગજીભાઇ પરમાર અને ભાવેશભાઇ દુલારા નામના બે જીગરજાન મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા રમેશ મુલજીભાઇ મકવાણાને લોહિલુહાણ હાલતમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રાના રાજગઢ પાસે આ ગોઝારા અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલિસે તાકીદે બનાવના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

મૃતક અલ્પેશ પરમાર વિરમગામ તાલુકા સેવા સદનમાં પટ્ટાવાળો
ધ્રાંગધ્રાના રાજગઢ પાસે અકસ્માતમાં બે મિત્રોના મોતની ઘટનામાં મોતને ભેટેલો અલ્પેશ નાગજીભાઇ પરમાર મૃતક અલ્પેશ પરમાર વિરમગામ તાલુકા સેવા સદનમાં પટ્ટાવાળો છે અને એના મા-બાપનો એ એકનો એક જ પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભાવેશ છૂટક મજૂરીમાં પિતાને સાથ આપતો
બીજો મૃતક ભાવેશકુમાર મહેશભાઈ દુલારા (ઉં. 24 વર્ષ, રહે. શંકર મુખીની ચાલી, વિરમગામ) અપરણિત હતો. ભાવેશને એક નાનો ભાઈ દીપકકુમાર,નાની બહેન લક્ષ્મી છે. ભાવેશ છૂટક મજૂરી કરતો હતો. ભાવેશના પિતા પણ છૂટક મજૂરી કરે છે. ઇજાગ્રસ્ત રમેશભાઈ મકવાણા (ઉં.28 વર્ષ, રહે, શંકરમુખીની ચાલી,વિરમગામ) તેમને બાવડાના ભાગે, પગના નળામાં ફેક્ચર થયું હતું. તેમને 3 અને 2 દીકરી છે. તેઓ પણ છૂટક મજૂરી કરે છે.

ઘાયલ રમેશ મકવાણા
ઘાયલ રમેશ મકવાણા

હું છેલ્લે બેઠો હતો એટલે બચી ગયો
કામ પતાવીને ત્રણેય મિત્રો સાંજે અલ્પેશનું બાઇક લઇને પ્રસંગમાં જવા વિરમગામથી રવાના થયા હતા. ધ્રાંગધ્રા હાઇવે પર બાઇક જતું હતું ત્યારે સામેથી આવેલા વાહનની લાઇટથી બાઇક ચલાવનાર અલ્પેશ સહિત ત્રણેય અંજાઇ ગયા હતા. કાંઇ જ દેખાતું ન હતું. બાઇક ટ્રકની પછળ ઘૂસી ગયું. હું પાછળ બેઠો હતો. આથી ફંગોળાઇ ગયો હતો. - રમેશ મકવાણા,અકસ્માતમાં ઘાયલ યુવાન

અન્ય સમાચારો પણ છે...