ધ્રાંગધ્રાના કંકાવટી ગામમાંથી સગીરાને એક નરાધમ ભગાડી જતા પિતાએ ફરિયાદ કરી હતીપોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાનો આક્ષેપ કરી પિતાએ આજે આત્મવિલોપનની ચીમકી આપી હતી.
ધ્રાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતા દ્વારા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ચીમકી આપનારની સગીર પુત્રી બે મહિનાથી ગુમ હોય પિતા દ્વારા પુત્રીને શોધી લાવવા ફરિયાદ કરવામાં આવી છે.
ધ્રાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતા દ્વારા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. રમેશ ઠાકરસી નામના દીકરીના પિતાએ ચીમકી આપતા આજે સુરેન્દ્રનગર કલેકટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રમેશ કલેકટર કચેરી પર આવતા જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
દીકરીને ભગાડી જવાના મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
10 શંકાસ્પદના નિવોદન લેવાયા
સગીરાને લઇને ભાગેલા યુવાનને શોધવા માટે પોલીસે ગાંધીધામ,મહેસાણા, દ્વારકા, નવસારી જઇને તપાસ કરી છે. છતાં તેનો કોઇ પત્તો લાગ્યો નથી. આ ઉપરાંતે 10 શંકાસ્પદ લોકોના નિવેદનો લઇને તેના મિત્રો તથા સગા-સંબંધીના ફોન ટ્રેસમાં મુકયા છે. તેમ છતા કોઇ ખબર મળતી નથી. પોલીસ સગીરા અને યુવાને શોધવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે. > જે.પી. મીઠાપરા, પીએસઆઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.