તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:મોરબીમાં બે શખ્સોએ યુવાનને ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં બે શખ્સોએ યુવાનને ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા કમકમાટીભર્યું મોત - Divya Bhaskar
મોરબીમાં બે શખ્સોએ યુવાનને ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા કમકમાટીભર્યું મોત
  • શક્તિ ચેમ્બરની ઘટનામાં હત્યા થયાનું ખુલતા બે શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી

મોરબીના શક્તિ ચેમ્બરની નીચેથી ગઈકાલે એક યુવાનની લાશ મળતા સીસીટીવી કેમેરામાં યુવાન ત્રીજા માળેથી પડતો દેખાતા પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યુ હતું. જેમાં શકિત ચેમ્બરના ત્રીજા માળેથી બે નરાધમ શખ્સોએ યુવાનને નીચે ફેંકી દેતા મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. આથી પોલીસે આ બનાવ અંગે બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે હાઇવે નજીક આવેલા શક્તિ ચેમ્બર નીચેથી ગઈકાલે રવિવારે સવારે રણજીત ભુપતભાઇ સોલંકી (ઉવ-40) નામના યુવાનની લાશ મળી આવી હતી. આથી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડતો દેખાયા બાદ પોલીસે સઘન તપાસ ચલાવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. આથી મૃતકના પિતા ભુપતભાઇ ટપુભાઇ સોલંકી (ઉવ-76, રહે- ઇન્દીરા સોસાયટી હનુમાન મંદિર પાસે, સુરેન્દ્રનગર) આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે- મોરબી), મુન્નો અલારખા પરમાર (રહે- મોરબી) સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના દિકરા રણજીત ભુપતભાઇ સોલંકી (ઉવ-40 રહે- મોરબી)ને આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે-મોરબી) તથા આરોપી મુન્નો અલારખા પરમાર (રહે- મોરબી) વાળાએ ગાળો આપતા મૃતકે તમારા બંનેથી શુ થાય તેમ કહેતા મૃતકને શકિત ચેમ્બરની લોબીમાથી મારી નાખવાના ઇરાદે ઉપાડી નીચે ધા કરતા મૃતકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે બન્ને શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...