• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Universal Rains Two Inches Of Rain In Surendranagar Flooded The Collector's Office Itself Premonsoon Operation Poll Of Water Filling System In Ther Ther Low Lying Areas In Surendranagar Revealed

સાર્વત્રિક વરસાદ:સુરેન્દ્રનગરમાં બે ઇંચ વરસાદમાં કલેક્ટર ઓફિસમાં જ પાણી ભરાયા, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • જિલ્લામાં સૌથી વધુ ચુડા તાલુકામાં, સૌથી ઓછો ધ્રાંગધ્રા તાલુકામાં વરસાદ

સુરેન્દ્રનગરમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે આખો દિવસ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, પાટડી અને ચૂડા સહિતના તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં બે ઇંચ વરસાદમાં કલેક્ટર ઓફિસમાં જ પાણી ભરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી.

સુરેન્દ્રનગરમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે આખો દિવસ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના પાર્કીંગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં આખી કલેક્ટર કચેરીમાં પાણી ફરી વળ્યા હતા.સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી.સંપતના બંગલા પાસે જ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, પાટડી અને ચૂડા સહિતના તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં બે ઇંચ વરસાદમાં કલેક્ટર ઓફિસમાં જ પાણી ભરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને સાથે સરકારી તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામા તાલુકાવાઈઝ સીઝનનો વરસાદ

તાલુકોવરસાદ

ટકાવારી

ચૂડા243મીમી41.82
ચોટીલા224મીમી33.14
થાનગઢ110મીમી17.27
દસાડા112મીમી19.51
ધ્રાંગધ્રા95 મીમી17.15
મૂળી171મીમી30.37
લખતર154મીમી25.5
લીંબડી125મીમી19.84
વઢવાણ179મીમી29.15
સાયલા174મીમી31.81

​​​​​

અન્ય સમાચારો પણ છે...