સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભૃગુપુરમાં જુથ અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભ્રુગુપુરમાં જમીન બાબતે માથાકુટ થઈ હતી જે બાદ જુથ અથડામણ થયાની આશંકા સેવાઇ રહી છે. બન્ને જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બન્ને જુથ સામસામે આવી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભ્રુગુપુરમાં જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ચુડાના ભ્રુગુપુરમાં જમીન બાબતે માથાકુટ થયા બાદ જુથ અથડામણ થયાની આશંકા સેવાઇ રહી છે. જેમાં એક જુથના ત્રણથી ચાર શખ્સો દ્વારા છરી વડે હુમલો કરતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા પણ પહોંચી છે.
ચુડા પોલીસને આ જુથ અથડામણની ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.
આ જુથ અથડામણની ઘટના બાદ ગામમાં બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ભ્રુગુપુરમાં જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટનાથી ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યોં છે.
આ ઘટનામાં અમિત અરવિંદ પરમાર ( ઉંમર વર્ષ-18 ), આશિષ અરવિંદ પરમાર ( ઉંમર વર્ષ 19 ) અને રમિલા અરવિંદ ( ઉંમર વર્ષ-40 ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એમને તાકીદે સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ જુથ અથડામણની ઘટનાની જાણ થતાં લીંબડી ડીવાયએસપી. સીપીઆઈ તેમજ ચુડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
2013ના વર્ષથી સરવે નં. 181ની માલિકrનો કેસ ચાલતો હતો
એકે જીવ ખોયો અને બીજાએ જેલમાં જવું પડશે
વેર અને તકરાર કયારેય કોઇના જીવનમાં શાંતિ કે સુખ લાવી શકતા નથી. ક્ષણિક ગુસ્સાને કારણે વ્યક્તિ પોતાનું જીવન તો બરબાદ કરે જ છે. પરંતુ સામે વાળાના પરિવારને પણ જીવાનમાં ન પડે તેવી ખોટ આપી દેતા હોય છે. અરવિંદભાઇની હત્યા થઇ જતા તેમના પરિવારે મોભીને ખોયા છે. જ્યારે સામે પક્ષે દીલા અને તેની પત્નીને આ હત્યાના કેસમાં જેલમાં જવું પડશે. જમીનની તકરારમાં બંને પરિવારને મોટી કિંમત ચૂકવવી પડશે.
ડુંગળી કોથળામાં ભરી રહ્યા હત્યારે જ આરોપીઓએ છાતીમાં છરીનો ઊંડો ઘા ઝીંકી દેતા ખેડૂત ખેતરમાં જ ઢળી પડ્યાં
ચુડા તાલુકાના ભૃગુપર ગામે રહેતા અરવિંદભાઇ માનસંગભાઇ પરમાર સરવે નં. 181ની સીમ જમીન ખેડતા હતા. આ જમીન પોતાની હોવાનો દાવો ચુડાના ખાંડિયા ગામના દિલા ધીરૂભાઇએ કર્યો હતો. આ બાબતને લઇને બંને વચ્ચે ઘણા વર્ષોથી તકરાર ચાલતી હતી. દરમિયાન 2013માં 153/2013થી આ જમીનની માલિકીપણાના હક્કને લઇને બંને વચ્ચે દીવાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ખેતર અરવિંદભાઇએ ડુંગળી વાવી હોઈ અરવિંદભાઇ તથા તેમના પરિવારજનો મંગળવારે ડુંગળી કોથળામાં ભરી રહ્યા હતા.
ત્યારે દિલા ધીરૂભાઇ તથા તેની પત્ની અને ભુગુપુર ગામના મફા ઘુડાભાઇ અને મોજીદડના લાલા દેવભાઇ આમ 4 શખસ ધારિયા, છરી જેવા હથિયારો સાથે ખેતરે ઘસી આવી આ ખેતર અમારું છે તું શા માટે ખેડે છે. ખાલી કરી નાખ આ બાબતે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા દિલાએ છરી કાઢીને અરવિંદભાઇની છાતીમાં ઘા ઝીંકી દીધો હતો.
આથી તેઓ લોહી લુહાણ હાલતમાં ખેતરમાં જ ઢળી પડયા હતા. પોતાના પિતાને છરીનો ઘા ઝીંકી દેતા તેમના 2 દીકરા આશિષ અને અમીત પણ વચ્ચે પડ્યા હતા. આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ બંનેને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં અમીતને 2 ઘા વાગતા વધુ ઇજા થઇ હતી. આરોપીઓએ અરવિંદભાઇની પત્નીને પણ છરીથી આંગળીના ભાગે ઇજા કરી હતી. બનાવની જાણ થતા ચુડાના ફસ્ટ પીએસઆઇ વાય.બી.રાણા તથા સેકન્ડ પીએસઆઇ બી.જી.પરમાર પોલીસ કાફલા સાથે ભૃગુપુર પહોંચી મૃતદેહને પીએમ માટે લીંબડી હોસ્પિટલે લવાયો હતો. હત્યાના આ બનાવમાં પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો રવાના કરી દીધી છે. જેમાં 2 આરોપી તો પોલીસને હાથવેત આવી ગયા હોવાની વિગતો મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.