સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. દારૂના નશામા અપશબ્દોના પ્રયોગના મામલે બે ઈસમોએ બોથડ પદાર્થથી યુવક પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારા ઈસમોને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે દારૂબંધી અને હથિયારબંધી પર જિલ્લામા જાહેરમા લીરેલિરા ઉડ્યા હોવાની વિગતો સામે આવી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારા ઈસમોને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
4 બાળકે પિતા ગુમાવતાં 3 સંતાન, પત્ની અને માતાનો પરિવાર નિરાધાર
કસ્તુરભાઈને સંતાનમાં 16 વર્ષની દીકરી જાનકી, 14 વર્ષની શ્રદ્ધ, 12 વર્ષનો જયદીપ તેમજ 7 વર્ષનો દેવ હતો. પરિવારે ઘરનો મોભી ગુમાવતા નિરાધાર બની ગયો.
હૉસ્પિટલે મોડી રાત્રે લાશ સ્વીકારવામાં આવી
હત્યાના બનાવના પગલે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ગાંધી હૉસ્પિટલે દોડી ગયા હતા. ત્યાર બાદ મૃતકની પત્નીની ફરિયાદ લેવાની તેમજ આરોપીઓની અટકની માગ પૂરી કરવામાં આવતાં મોડી રાતે લાશને સ્વીકારીને સમલા ગામે તેની અંતિમવિધિ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.