તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારી ઘટના:સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા
  • ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલમાં ડુબેલા બાળકોની શોધખોળ હાથ ધરી

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે. પરંતુ ખેડૂતો માટેની આશિર્વાદ સમી નર્મદા કેનાલ લોકો માટે અભિષાપરૂપ બનવા પામી છે. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલમાં ડુબેલા બાળકોની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના ખમીસણા રોડ પરથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં બે બાળક પડી ગયાની માહિતી મળતા પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં તપાસમાં બંનેના ચપ્પલ અને નવીનકોર સાઇકલ કેનાલ પાસે મળી આવી હતી. આથી ડૂબી ગયાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. પણ લાશ ન મળતા કેનાલના સાયફમાં કાંટા નાંખતા એક બાળકની લાશ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. જ્યારે બીજા બાળકની લાશ પણ શોધવા ફાયર ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ પાસે ખમીસાણા રોડ પર આવેલી મોરબી બ્રાન્ચ કેનાલમાં બે બાળકો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યાના આદેશથી ગેરેજ સુપ્રિટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા, દેવાંગ દુધરેજિયા, રાહુલભાઇ, ભગીરથસિંહ, લાલાભાઇ, દિગુભા સહિતના બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતા કેનાલ પાસે બે બાળકોના ચપ્પલ અને નવી સાઇકલ મળી આવી હતી. આથી કેનાલમાં પડી ગયાના અનુમાનથી બાળકોની શોઘખોળ હાથ ધરી હતી.

આ બંન્ને બાળકના નામ જયદીપભાઇ ધનાભાઇ રહે. સિંધવનગર સુરેન્દ્રનગર, અને ગોવિંદભાઇ મુકેશભાઇ રહે.વાદિપરા સુરેન્દ્રનગર અને ઉમર 12 અને 14 વર્ષની હોવાનું ખને તરસ લાગવાથી પાણી પીવા ગયા અને કેનાલમાં લપસી જતા ગરકાવ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવની જાણ થતા ભરવાડ સમાજના અગેવાનો અને યુવાનો બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે સેવાભાવી યુવાનો લાશ શોધવામાટે કેનાલમાં ફાયર ટીમ સાથે જોડાયા હતા.

બન્ને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી

પાટડી તાલુકાના સવલાસ ગામે રબારી યુવાનના બે બાળકો ગામ તળાવમાં નાહવા જતાં ડુબી ગયાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી. ત્યાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ ઘટના સ્થળે દોડી જઇ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ફાયર ફાયટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થયેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

લોકોના ટોળેટોળા કેનાલે ભેગા થયા

આ ઘટનાની પ્રાથમિક તપાસમાં બન્ને બાળકો કેનાલમાં પાણી‌ પીવા ગયા ત્યારે પગ લપસી જતાં ડુબ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં બાળકોના પરિવારજનોમાં રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા કેનાલે ભેગા થયા હતા.

નર્મદા કેનાલમાં પાણી ઓછું કરાયું હતું
કેનાલમાં ડૂબી ગયેલા બંન્ને બાળકોની તપાસ ફાયર ટીમ અને યુવકોએ કરી હતી. પરંતુ લાશ ન મળતા ફાયર ટીમે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓને જાણ કરી હતી. આથી નર્મદા વિભાગને જાણ કરી કેનાલમાં પાણી ઓછું કરાયું હતું. લાશ શોધવા કેનાલના સાયફનમાં કાંટા નાંખવામાં આવ્યા હતા. જેમાં ગોવિંદની લાશ ફસાઇ જતા મળી આવી હતી. જ્યારે જયદિપની લાશ મોડી સાંજ સુધી મળી આવી ન હતી.

શનિવારે જયદીપનો જન્મ દિવસ હતો
મોરબી બ્રાન્ચની કેનાલમાં પડી ગયેલા બે બાળક પૈકી એક જયદિપનો શનિવારના રોજ જન્મદિવસ હોઇ પિતાએ નવી સાયકલ ખરીદી આપી હતી. આથી નવી સાયકલ મેળવી ખુશ થયેલા બાળકને ક્યાં ખબર હતી. કે તે સાઇકલ પરની પ્રથમ યાત્રા તેના જીવનની અંતીમ યાત્રા સુધી દોરી જનાર છે.

અન્ય સમાચારો પણ છે...