તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ધ્રાંગધ્રાના બે બુટલેગર ઝડપાયા, બે લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ધ્રાંગધ્રાના બે બુટલેગર ઝડપાયા, બે લાખનો મુદ્દામાલ જપ્ત - Divya Bhaskar
મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ધ્રાંગધ્રાના બે બુટલેગર ઝડપાયા, બે લાખનો મુદ્દામાલ જપ્ત
 • મોરબી પોલીસે વિદેશી દારૂની 120 બોટલ અને કાર સહિત કુલ રૂ. બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી પોલીસે બાતમીને આધારે જુના ઘુટું રોડ ઉપર સ્મશાન પાસેથી મારૂતિ સુઝુકી એસએક્સફોર કારમાંથી રુપિયા 51 હજાર 84ની કિંમતની 120 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ધ્રાંગધ્રાના બે શખ્સોને કાર સહિત કુલ રૂપિયા બે લાખ ચાર હજાર 340ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલની સુચનાથી પીએસઆઇ આર.બી.ટાપરીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.હે.કોન્સ. ભગવાનભાઇ ખટાણા તથા પો.કોન્સ. રમેશભાઇ મુંધવાને મળેલી સંયુકત બાતમીને આધારે જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન નજીકથી મારૂતિ સુઝુકી કંપનીની SX4 કાર (નંબર. GJ-09-BA-845)મા ભારતીય બનાવટની પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મીલી કાચની કંપની શીલ પેક કુલ બોટલો નંગ- 120, કિંમત રૂ. 51 હજાર 840 તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ. 2500 તથા કાર મળી કુલ કિમત રૂ. બે લાખ ચાર હજાર 340ના મુદામાલ સાથે ભાવેશ નિરૂભાઇ જાદવ ( ઉ.વ.28, રહે.ધ્રાંગધ્રા નરસીહપરા મુનકાની વાડી પાસે કોંઢ રોડ ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ) તથા પાર્થ ઉર્ફે પીન્ટુ કલ્પેશભાઇ ઠકકર ( ઉ.વ.30, રહે.દેપાળાના ચોરા પાસે મોટી શેરીમાં ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા)ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સફળ કામગીરી બી ડિવિઝન પીએસઆઇ આર.બી.ટાપરીયા, પો.હેડકોન્સ. બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, એન.એમ.ગોસ્વામી, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, દેવસીભાઇ મોરી, શકિતસીહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકઝા તથા રમેશભાઇ મિયાત્રા સહિતનાઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો