તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:સુરેન્દ્રનગરના માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરના માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
  • પોલીસે 2340 ઈંગ્લીશ દારૂની બોટલ સહિત 19.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મ‍ાલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂની 2340 બોટલો ભરેલી ટ્રક ઝડપાઇ હતી. બજાણા પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ, રોકડા અને ટ્રક મળી કુલ રૂ. 19.37 લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા.

બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલીસ સહિતન‍ા પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર અચાનક દરોડો પાડીને ટાટા કંપનીની ટ્રક નંબર HR-39-A-8838ને આંતરીને સઘન તલાશી લેતા ટ્રકમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 2340, કિંમત રૂ. 7,29,000, બે મોબાઇલ કિંમત રૂ. 5,500, રોકડ રૂ. 3,200 અને ટ્રકની કિંમત રૂ. 10,00,000 તથા એમા ભરેલ ઓલ્ડ એમ્ટી મેટલ કોપ્સ ભરેલી બેગો નંગ- 200, કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 19,37,700ના મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે અભિષેક સતબીર બ્રાહ્મણ (હરીયાણા) અને સંદિપ રામકિશન જાટ (હરીયાણા)ની અટક કરી ‌અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાની પોલીસ ફરીયાદના આધારે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...