તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પકડાયા:ખેરવા-માલવણ વચ્ચેથી નાસતા-ફરતા એરંડા ચોરીના બે આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બજાણા પોલીસે બંને આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી

બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ખેરવા-માલવણ વચ્ચેથી નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપી પ‍ાડ્યા હતા. બજાણા પોલીસે બંને આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જિલ્લાના નાશતા-ફરતા આરોપીઓને ઝબ્બે કરવા શરૂ કરેલી ડ્રાઇવ અંતર્ગત ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા, પી.એન.ઝાલા અને દિગ્વિજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટડી તાલુકાના શેડલા ગામના અગાઉના ગુન્હાના નાસતા ફરતા શાહરૂખખાન ભાણજીખાન જતમલેક અને આલમખાન રહીમખાન જતમલેકને પાટડી તાલુકાના ખેરવાથી માલવણ તરફ મોટરસાયકલ પર આવી રહ્યાં હતા ત્યારે બંનેને કોર્ડન કરી બંને આરોપીઓને ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો