અમદાવાદ શતાબ્દી મહોત્સવમાંથી કારમાં પરત સુરેન્દ્રનગર આવી રહેલા શાહ પરિવારની કારને લખતર વિરમગામ પાસે અકસ્માત નડ્યો હતો. જ્યારે મહેસાણાથી વિરમગામ રોડ પરના ઓલક ગામ પાસે આઈશર ટ્રક પલ્ટી મારી હતી. આ બંને બનાવમાં કુલ સાત લોકોને ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે લખતર-વિરમગામ હાઈવે ફોરલેન બનાવવાનું કામ ચાલુ થયું ત્યારથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
અમદાવાદ શતાબ્દી મહોત્સવમાંથી કારમાં પરત સુરેન્દ્રનગર આવી રહેલા શાહ પરિવારની કાર લખતર વિરમગામ રોડ ઉપર ઓલક ગામ પાસે પહોંચી ત્યારે માલીકા ગામ જવાના પાટીયા પાસે સામેથી આવતા વાહનની લાઈટથી કારચાલક અંજાઈ જતા રોડ ઉપર ઉભેલો આખલો ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નિલેશ મનહરલાલ શાહ, વીણાબેન, નિલેશ શાહ, લીલાબેન અલ્કેશભાઈ શાહ, હિનલબેન અલ્કેશભાઈ શાહ અને કાર ચાલક મુકેશભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લખતર હોસ્પીટલ ખસેડાયા હતા.
ઓલક ગામ સામે આઈશરે પલ્ટી મારી
અકસ્માતના બીજા બનાવમાં મહેસાણાથી લોખંડ ભરીને આઈશર ટ્રક સુરેન્દ્રનગર જતી હતી. ત્યારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઓળક ગામ પાસે આઈશર ટ્રક પલ્ટી ખાઈને ગટરમાં ખાબકી હતી. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લખતર-વિરમગામ હાઈવે ફોરલેન બનાવવાનું કામ ચાલુ થયુ ત્યારથી અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વાહનચાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.